હનુમાનજીની ખાસ પૂજાનું વિધાન છે તેમનાથી દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થઈ શકે છે - Kitu News

શ્રાવણનો બીજો શનિવાર 6 ઓગસ્ટના રોજ રહેશે. આ પવિત્ર મહિનાનો શનિવાર ભગવાન હનુમાનજીની પૂજા માટે ખાસ માનવામાં આવે છે. તેને હનુમાન પર્વ પણ કહેવામાં આવે છે. ભગવાન શિવનો રુદ્રાવતાર હોવાથી શ્રાવણના શનિવારે

હનુમાનજીની ખાસ પૂજા કરવાનું વિધાન ઉલ્લેખવામાં આવ્યું છે. સ્કંદ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શ્રાવણના શનિવારે હનુમાનજીની પૂજા અને વ્રત કરવાથી દરેક પ્રકારના કષ્ટ દૂર થાય છે અને દુશ્મનો ઉપર વિજય મળે છે.

સ્કંદ પુરાણઃ હનુમાન પૂજાથી દુશ્મનો નષ્ટ થાય છે આ પ્રકારે શ્રાવણ મહિનામાં શનિવારે હનુમાનજીની આરાધના કરવાથી દરેક પ્રકારની બીમારીઓ દૂર થાય છે. માનસિક અને શારીરિક રૂપથી મજબૂતી મળે છે. હનુમાનજીની કૃપાથી કામકાજમાં આવી રહેલાં વિઘ્નો દૂર થાય છે. વિચારેલાં કાર્યો પૂર્ણ થવા લાગે છે. બુદ્ધિ અને વૈભવ વધે છે. દુશ્મન નષ્ટ થઈ જાય છે અને પ્રસિદ્ધિ મળે છે.

શ્રાવણ મહિનાના શનિવારે શું કરવું શુક્રવારની રાતે બ્રહ્મચર્યનું પાલન કરવું. તે પછી શનિવારે સવારે જલ્દી જાગીને સ્નાન કરી લેવું. કશું જ ખાધા-પીધા વિના સવારે

જલ્દી હનુમાનજી મંદિર જવું. ભગવાનને પ્રણામ કરીને મનમાં જ પૂજાની મંજૂરી લેવી. તે પછી અભિષેક અને વિશેષ પૂજાનો સંકલ્પ લેવો. પાણીમાં ગંગાજળ મિક્સ કરીને રૂદ્ર મંત્રોથી હનુમાનજીનો અભિષેક કરવો.

તે પછી તલના તેલમાં સિંદૂર મિક્સ કરીને હનુમાનજીની મૂર્તિ ઉપર લેપ લગાવો. પછી ચંદન, ચોખા અને અન્ય સુગંધિત સામગ્રી

ચઢાવો. આ સિવાય હનુમાનજીને જાસૂદ અને મદારના ફૂલ ખાસ કરીને ચઢાવવાં. ગોળ-ચણા કે અન્ય મીઠાઈનો ભોગ ધરાવવો. છેલ્લે હનુમાનજીના 12 નામનો જાપ કરો અને હનુમત્કવચનો પાઠ કરો.

શનિવારે હનુમાનજીની પૂજા માટે શુક્રવારની રાતે બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે

હનુમાનજીના 12 નામનો શ્લોક हनुमानञ्जनी सूनुर्वायुपुत्रो महाबल:। रामेष्ट: फाल्गुनसख: पिङ्गाक्षोमितविक्रम:।। उदधिक्रमणश्चैव सीताशोकविनाशन:। लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पहा।।

હનુમાન પૂજાનું મહત્ત્વ આ પ્રકારે શ્રાવણમાં શનિવારના દિવસે વાયુપુત્ર હનુમાનજીની આરાધના કરવાથી મનુષ્ય વ્રજ સમાન શરીર, નિરોગી અને બળવાન બની જાય છે. અંજની પુત્રની કૃપાથી દરેક કામ ઝડપથી કોઈ વિઘ્ન વિના પૂર્ણ થઈ જાય છે. બુદ્ધિ અને વૈભવ પણ વધે છે. દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે અને મિત્રો વધે છે. આવા લોકો પ્રસિદ્ધ થઈ જાય છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *