આ રાશિ વાળાઓની કામમાં થશે પ્રગતિ || આ શ્રાવણ માસ માં રાશિ મુજબ કરો પૂજા || શિવજી થશે પ્રસન્ન ||

આ વર્ષે રાશિ મુજબ અભિષેક કે ભોગ ધરાવવામાં આવશે તો શિવજી જરૂર ખુશ થશે. મેષ :

આ રાશિના જાતકોએ જળમાં ગોળ મેળવીને શિવજીનો અભિષેક કરવો.

ખાંડ અથવા ગોળની મીઠી રોટલી કે વેઢમી બનાવીને તેનો શિવજીને ભોગ ધરાવવો.લાલ ચંદન તથા કનેરનાં ફૂલ ચઢાવવાં. મંત્ર :

ॐ પશુપતયે નમઃ । વૃષભ : આ જાતકોએ દહીંથી અને પછી જળથી શિવલિંગ પર અભિષેક કરવો. સફેદ ચંદન, સફેદ ફૂલ અને

અક્ષત (ચોખા) ચઢાવવાં. આ સિવાય ભાતની મીઠી વાનગી એટલે કે ખીરનો ભોગ ધરાવવો. મંત્ર : ॐ શર્વાય નમઃ । મિથુન : આ

રાશિના લોકોએ શેરડીના રસથી શિવજીનો અભિષેક કરવો. દૂર્વા અને કુશ અર્પણ કરવાં તથા મગની વાનગીનો ભોગ ધરાવવો.

મંત્ર : ॐ વિરુપાક્ષાય નમઃ । કર્ક : આ જાતકોએ ઘીથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. સાથે કાચું દૂધ, સફેદ આકડાનાં

ફૂલ અને શંખપુષ્પી પણ ચઢાવો. શિવજીને વિવિધ ફળોનો ભોગ ધરાવવો. મંત્ર : ॐ મહેશ્વરાય નમઃ । સિંહ : આ રાશિના લોકોએ ગોળના જળથી શિવલિંગ પર અભિષેક કરવો ત્યારબાદ ઘઉં અને મંદારનાં ફૂલ પણ ચઢાવવાં. ગોળ અને ચોખામાંથી બનેલી

ખીરનો ભોગ ધરાવવો. મંત્ર : ॐ અઘોરાય નમઃ । કન્યા : આ જાતકોએ શેરડીના રસ તથા દૂધથી શિવલિંગ પર અભિષેક કરવો. શિવજીને ભાંગ, દૂર્વા અને બીલીપત્ર ચઢાવવાં. શિવજીને લાપસીનો ભોગ ધરાવવો. મંત્ર : ॐ ત્ર્યંમ્બકાય નમઃ । તુલા : આ

જાતકોએ અત્તર અથવા સુગંધિત તેલથી શિવજીનો અભિષેક કરવો જોઈએ. સફેદ ફૂલથી પૂજન કરવું. મંત્ર : ॐ ઇશાનાય નમઃ । વૃશ્ચિક : પંચામૃત દ્વારા શિવજીનો અભિષેક કરવો ત્યારબાદ જળ દ્વારા અભિષેક કરવો. શિવજીને પૂજનમાં લાલ ફૂલ અર્પણ કરવું.

લાડુનો ભોગ ધરાવવો. મંત્ર : ॐ વિશ્વરૂપિણે નમઃ । ધન : આ રાશિના જાતકોએ દૂધમાં દહીં મેળવીને શિવજીનો અભિષેક કરવો. પીળા અથવા ગલગોટાનાં ફૂલ ચઢાવવાં. ચણાના લોટ અને મિસરીમાંથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવવો. મંત્ર : ॐ શૂલપાણયે

નમઃ । મકર : નારિયેળના પાણીથી શિવજીનો અભિષેક કરવાથી વિશેષ ફળ મળશે. નીલા કમળનાં પુષ્પ શિવજીને અર્પણ કરવા સાથે અડદની દાળમાંથી બનાવેલ મિષ્ટાન્ન અર્પણ કરવાં. મંત્ર : ॐ ભૈરવાય નમઃ । કુંભ : આ રાશિના જાતકોએ તલના તેલથી

શિવજીનો અભિષેક કરવો. શમીનાં પુષ્પ પૂજન દરમિયાન અર્પણ કરવાં. આમ કરવાથી શનિની પીડા પણ ઓછી થશે. અડદમાંથી બનાવેલી મીઠાઈનો ભોગ ધરાવવો. મંત્ર : ॐ કપર્દિને નમઃ । મીન : આ રાશિના લોકોએ દૂધમાં કેસર મેળવીને શિવલિંગ પર અભિષેક કરવો. પીળી સરસવ અને નાગકેસર શિવજીને ચઢાવવું. ભાત અને દહીંનો ભોગ ધરાવવો. મંત્ર : ॐ સદાશિવાય નમઃ ।

Leave a Comment