આઈ રુપલ માં ના પરચા || આઈ રૂપલ નું પ્રાગટ્ય અને પરચા || - Kitu News

આઈ રુપલ માં ના પરચા || આઈ રૂપલ નું પ્રાગટ્ય

અને પરચા || ચારણકુલમાં જન્મેલ આઈ શ્રી રૂપલમાં નો

પ્રાગટય પરચો જાણો! બાળરૂપે નેહમાં સાળા ત્રણ પાળા ચારણ નાતને ભેગી કરી

, જગતમાં ચારણકુળ એવું છે, જ્યાં જગદંબામાં પોતે પ્રગટ્યા છે.

ખરેખર આજે આપણે એક એવા જ પરમ ધામની વાત કરીશું

જ્યાં આઈ શ્રી રૂપલમાં પ્રગટ્યા છે.ગીરનાં જંગલોની સમીપે આવેલ નાનું એવું ગામ એટલે રામપર જ્યાં એક સમયે જગતના સર્વે

ચારણો અને 18 વર્ણનાં લોલો મા રૂપલમાનાં સાનિધ્યમાં પોહચ્યાં હતા. આ દિવસે ગુજરાતનાં ઇતિહાસનાં પન્ને સુવર્ણ અક્ષર થી

અંકિત થયો હતો. ખરેખર આ કોઈ સામાન્ય દિવસ ન હતો. પંખીના માળા જેટલું ગામ એવું રામપરા ધામ જ્યા ચારણ જગદંબા

આઈ શ્રી રૂપલ માનો પ્રાગટય થયું. આ નેહમાં આપા અલશૂર નાં ઘરે મા નો જન્મ થયો. આઈ ધાન બાઈ ને ત્યાં ત્રણ દીકરાઓ

હતા જેમાં ભાઈ દેવદાન ,હરસુળ ,બીજલભાઈ આ સિવાય આપા અલશૂરને ત્રણ જોગબાઈ હતી જેમાં સૌથી મોટા આઈ જેઠ્ઠી

આઈ, આઈ જાનું આઈ તેમજ સૌથી નાના એવા આઈ રૂપલ આઈ. ખરેખર આ નાના એવા નેહમાં મા નો જન્મ થયો અને એમને જે પરચો આપ્યો પોતાનો એ જગતમાં આજે પણ વખાણય છે. ખરેખર આ દિવસ ગુજરાતનાં ચારણ કુળ માટે સોનાનો દિવસ

હતો. શ્રાવણ વદ આઠમના મંગળવારના દિવસે મા રૂપલ આઈ નો જન્મ થયો અને કહેવાય છે ને જન્મતા ની સાથે જ મા શક્તિનો તેમાં વાસ હતો. સમય જતાં આઈ રૂપલમાં મોટા થતા ગયા અને એકવાર તેમને પોતાના આપા આલશૂર ને વાત કહી કે,

હે બાપા મારે નવ ચંડી યજ્ઞ કરવો છે, અને સાળા ત્રણ પાળા ચારણ નાતને આમંત્રણ આપવું છે. આ વાત સાંભળીને આપા અલશૂર મુંઝવણનાં મુકાઈ ગયા. નાના એવા નેહમાં રહેતા આપા આલશૂર ને ચિંતા થાય એ પણ સ્વાભાવિક હતી પરંતુ મા

જગદબાએ મલક મલક હસતા કહ્યું કે હે બાપુ તમે ચિંતા છોડો અને લખો કંકોત્રી અને પુરુ કરવા વાળી તો ના અન્નપૂર્ણા અને મા નાગબાઈ બેઠી છે. આ વાત સાંભળીને આલશૂર હા પાડી દીધી છતાંય તેમના મનમાં વિશ્વાસ ની ડગી ગયો અને મનમાં સંચય

થયો કે ચરણમાં છાસ પીવડવવાના રિવાજ છે અને એમાં બે વરસ નાં દુષ્કાળ પડ્યા છે, એમાં હું આ યજ્ઞ કંઈ રીતે કરી શકીશ? જ્યારે મા રૂપલને આ વાત ની ખબર પડી ત્યારે મા રૂપલ પીઠળમા નાં ભુવા નાં સ્વપ્ને આવ્યા અને કહ્યું હે આતા જાગે છો કે?

ત્યારે ભુવા આતા બોલ્યા બોલો માંડી ત્યારે રૂપલ આઈ કહ્યું કે, મારે નવ ચંડી યજ્ઞ અને સાળા ત્રણ પાળા નાતને ભેગી કરવી છે, મારા બાપુને મા મનમાં સંચય થયો છે, તું એમને કે ભરોસો રાખે મા નાગબાઈ ઉપર અને આંમત્રણ પત્રીકા લખવાનું શરૂ કરે. આ

વાત આતા આલશૂર ને કહી અને પછી તો મા પર વિશ્વાસ રાખી બ્રાહ્મણોને તેડાવી ને મુહૂર્ત જોવડાવ્યા અને પછી દેશ દેશ થી ચારણ ને જ્યારે આમત્રણ મળ્યું ત્યારે હોંશે સૌ કોઈ ભેગા થયા. ખબર નહીં કોની શકતી હતી કે, નાના એવા ગામમાં ખટારા

ભરાઈ ભરાઈ ને ચારણો અને 18 વર્ણ ની જ્ઞાતીઓ રામપર ભેગી થઈ અને મહા ચંડી યજ્ઞમાં સૌ કોઉ હાજરી આપી. ન ભૂતો ન ભવિષ્યતિ એટલે કે ન તો ભૂતકાળમાં થયો હતો કે ન ભવિષ્યમાં થઇ શકે એવો મહા ચંડી યજ્ઞ ચૈત્ર માસમાં યોજાયો અને ચારણ ની

નેહ થી કોઈ છાશ પીધા વગર પાછું ન આવે. એમ દેગડા ભરાઈ ભરાઈ ને છાશ ક્યાં થી કોણ લાવ્યું ખબર જ ન પડી અને સૌ કોઈ આ યજ્ઞમાં હાજરી આપી અને સૌ કોઈ મા નાગબાઈ નો સાક્ષત અવતાર મા રૂપલ આઈ નાં દર્શન કરિને સૌ કોઈ ધન્ય બની ગયા. આજે રામપરા ધામમાં રૂપલ મા પરચા પૂરે છે અને પોતાના ભક્તોને દર્શન આપે છે. આઈ રુપલ માં ના પરચા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *