કેટલું છે આ ટ્રેનનું ભાડું અને કેટલીવારમાં અમદાવાદથી મુંબઈ પહોંચાડશે? - Kitu News

અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. હવે તેનું irctcની વેબસાઈટ ઉપરાંત રેલવેના

ટિકિટ કાઉન્ટર પર બુકિંગ પણ કરાવી શકાશે. અમદાવાદથી બપોરે 2 વાગ્યેને 50 મિનિટે ઉપડનારી વંદે ભારત એક્સપ્રેસ 5

કલાક 45 મિનિટમાં મુંબઈ પહોંચી જશે. વડોદરા અને સુરત સ્ટોપેજ લેનારી આ ટ્રેન અમદાવાદથી ઉપડી સાંજે 8 વાગ્યેને 35

મિનિટે મુંબઈ પહોંચી જશે. મૂળ તો આ ટ્રેન ગાંધીનગરથી બપોરે 2 કલાકે અને પાંચ મિનિટે ઉપડશે. જ્યાંથી તે અમદાવાદ આવી

10 મિનિટનો હોલ્ટ લેશે. અમદાવાદથી આ ટ્રેન માત્ર 1 કલાક 10 મિનિટમાં વડોદરા પહોંચશે, જ્યાં તે પાંચ મિનિટ ઉભી રહેશે.

વડોદરાથી તે ચાર વાગ્યેને પાંચ મિનિટે ઉપડીને સાંજે પાંચ વાગ્યેને 40 મિનિટે સુરત પહોંચી ત્રણ મિનિટનો હોલ્ટ કરશે. આ ટ્રેન

ને બોરીવલીમાં સ્ટોપેજ નથી અપાયું. હવે આ ટ્રેનના ભાડાં પર નજર કરીએ તો, તેનું અમદાવાદ-મુંબઈનું ચેર કારનું ભાડું 1385

રુપિયા થાય છે, જેમાં કેટરિંગ ચાર્જ પણ સામેલ છે. જ્યારે, એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરવા માટે તમારે 2505 રુપિયા ખર્ચ

કરવા પડશે. આ ટ્રેનમાં તમને અમદાવાદથી વડોદરા કે સુરત જવું મોંઘુ પડી શકે છે. કારણકે, તેનું અમદાવાદથી વડોદરાનું ચેર

કારનું ભાડું 515 રુપિયા જ્યારે એક્ઝિક્યુટિવ ક્લાસનું ભાડું 955 રુપિયા છે. જ્યારે અમદાવાદથી સુરત માટે તમારે ચેર કારમાં

1080 રુપિયા અને એક્ઝિક્યુટિવ ક્લાસમાં 1570 રુપિયા ખર્ચવા પડશે. જો તમે મુંબઈથી સવારની ટ્રેનમાં અમદાવાદ આવવા માગતા હો તો આ ટ્રેન તમારા માટે એક સારો ઓપ્શન બની રહેશે. મુંબઈથી આ ટ્રેન સવારે 6 વાગ્યેને 10 મિનિટે ઉપડશે, અને 5 કલાક 25 મિનિટમાં તે સવારે 11 વાગ્યેને 35 મિનિટે જ અમદાવાદ પહોંચી જશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *