ગુજરાતી ગાયિકા અલ્પા પટેલના ઘરે વાગી લગ્નની શરણાઈ, રાજકુમારીની જેમ સજીને મંડપે આવ્યા - Kitu News

ગુજરાતી ગાયિકા અલ્પા પટેલના ઘરે વાગી લગ્નની શરણાઈ, રાજકુમારીની જેમ સજીને મંડપે આવ્યા

ગુજરાતના જાણીતા સિંગરમાં આજે અલ્પા પટેલનું નામ મોખરે છે. ગુજરાતી જાણીતી ગાયિકા અલ્પા

પટેલ ધામધૂમથી લગ્ન કરી લીધા છે. અલ્પા પટેલે ઉદય ગજેરા સાથે થયા છે. અલ્પા પટેલના લગ્ન

એમના મૂળ વતન અમરેલીના બગસરાના નાના મુંજીયાસરમાં 17 ફેબ્રુઆરીના રોજ યોજાયા હતા.

મહેંદી લઈને રિસેપ્શન સુધી એમ સતત ત્રણ દિવસ સુધી જલસો ચાલ્યો હતો. જેમાં ગુજરાતની ઘણી

બધી નામાંકિત વ્યક્તિઓ એ હાજરી પુરાવી હતી. જે અંગેની તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ હતી.

અલ્પા પટેલે સામાન્ય દુલ્હનની જેમ જ ઘોડે ચડીને આવેલા વરરાજા ઉદય ગજેરા સાથે તસવીરો પડાવી

હતી અને ગામની શેરીમાં ગરબા પણ લીધા હતા. દુલ્હન ડ્રેસમાં અલ્પા પટેલ ખૂબ સુંદર લાગતા હતા

લગ્ન પહેલા પીઠીની વિધિ કરવામાં આવી હતી. જેમાં પીળા રંગના ડ્રેસમાં પણ અલ્પા પટેલ ખૂબ સુંદર

લાગતા હતા. સંબંધીઓ અને મિત્રો એ એમની સાથે આ અવસરે ફોટો પણ પડાવ્યા હતા. અલ્પા પટેલની મહેંદીની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે
જેમાં અલ્પા પટેલ મુકાયેલી આકર્ષક ડિઝાઇન મહેંદી જેમાં રાજા રાણી નું ચિત્ર દોરવામાં આવ્યું

હતું. અલ્પા પટેલ ના લગ્નમાં અનેક ડાયરા કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

એ પહેલા અલ્પા પટેલ એ મંગેતર ઉદય ગજેરા સાથે અલગ-અલગ લોકેશન પર પ્રિ વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યું હતું. બંને ગયા નવેમ્બર મહિનામાં સગાઈ કરી હતી.

અલ્પા પટેલના નામે સતત 10 કલાક સુધી ગાવાનો રેકોર્ડ છે. હાલ અલ્પા પટેલ ડાયરા અને સંતવાણીના કાર્યક્રમમાં તગડી ફી વસુલે છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *