આ રાશિ વાળા લોકો કાલથી બનશે લાખો રૂપિયાના માલિક - Kitu News

શ્રાવણ મહિનો 27 ઓગસ્ટ સુધી રહેશે. આ મહિનો ભગવાન શિવજીનો પ્રિય મહિનો છે. શિવ પુરાણ પ્રમાણે આ દિવસે શિવજીની ખાસ પૂજા કરવામાં આવે છે. ત્યાં જ, ભવિષ્ય અને વિષ્ણુધર્મોત્તર પુરાણ પ્રમાણે શ્રાવણ મહિનામાં ભગવાન વિષ્ણુનો

અભિષેક અને પૂજા કરવાથી દરેક પ્રકારના દોષ દૂર થઈ જાય છે. આ દિવસે વ્રત રાખીને દાન આપવામાં આવે છે. સાથે જ, તુલસી પૂજા કરવાનું પણ વિધાન ઉલ્લેખવામાં આવ્યું છે. ભગવાન હરિ એટલે વિષ્ણુજી અને હર એટલે શિવજીની પૂજા થવાથી આ દિવસને પર્વ પણ કહેવામાં આવે છે.

શ્રાવણ ગુરુવારે શું કરશો
શ્રાવણ મહિનાના ગુરુવારે ભગવાન વિષ્ણુ સાથે જ દેવી લક્ષ્મીનો અભિષેક કરો. પૂજામાં દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરવું અને અભિષેક કરો. બાલ ગોપાલનો પણ આ પ્રકારે અભિષેક કરો. શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપને માખણ-મિસરીનો ભોગ ધરાવો.

તુલસી પૂજાઃ આ દિવસે સૂર્યોદય પહેલાં જાગીને તીર્થ સ્નાન કરવું જોઈએ. તે પછી તાંબાના લોટામાં સાફ જળ ભરવું તેમાં ગંગાજળના થોડા ટીપા મિક્સ કરીને ફરી તુલસીના છોડમાં જળ ચઢાવો. પછી કંકુ, ચંદન, ચોખા, હળદર, મહેંદી અને ફૂલ ચઢાવીને ઘીનો દીવો પ્રગટાવવો. તે પછી છોડની પરિક્રમા કરો. સાંજે સૂર્યોસ્ત સમયે પણ દીવો પ્રગટાવવો જોઈએ.

શિવપૂજાઃ શ્રાવણનો મહિનો હોવાથી આ દિવસે શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવો અને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. મંત્ર જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઈએ. ભગવાનને બીલીપત્ર અને ધતૂરો પણ ચઢાવવો. દીવો અને કપૂર પ્રગટાવીને આરતી કરો.

કઈ વસ્તુનું દાન કરવું
શ્રાવણ મહિનાના ગુરુવારે જરૂરિયાતમંદ લોકોને કપડાં, ભોજન, ફળનો રસ, મીઠું, બૂટ-ચપ્પલ અને છત્રીનું દાન કરવાનું વિધાન છે. આ દિવસે ઘી, ગોળ, કાળા તલ, રુદ્રાક્ષ અને દીપદાન પણ કરવું જોઈએ.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *