આપણો દેશ દેવી દેવતાઓને માનનારો દેશ છે. અને તેમના પર અપાર શ્રદ્ધા રાખતા હોય છે અને જયારે તેમના પર કોઈ વિપત્તિ આવી પડે છે

ત્યારે પણ લોકો સૌથી પહેલા તેમના દેવી દેવતાઓને યાદ કરતા હોય છે અને તેમને આ વિપત્તિ માંથી છુટકારો અપાવવા માટે પ્રાર્થના કરતા હોય

છે. ત્યારે આજે પણ અમે તેમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે, જે કોઈ ચમત્કારથી ઓછી નથી. આ ઘટના ભુજ માંથી

સામે આવી છે.આ ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, ભુજના એક દંપતી માં મોગલ પર અતૂટ શ્રદ્ધા રાખે છે. જયારે આ માં મોગલનું નામ લેવાથી

જ તેમના ભકતોના દુઃખ દૂર થઇ જતા હોવાનું તેમના ભકતોનું માનવું છે. માં મોગલ આખી દુનિયાની માં છે, અને માત્ર તેમનું નામ લેવાથી જ ગમે

તેવી મોટી પીડા હોય તો તે પણ માં મોગલના ચમત્કારથી દૂર ભાગી જાય છે. અને આજ સુધી માં મોગલના દરબારથી કોઈ પણ ભકત દુઃખી થઇને

પાછા ગયા નથી. માં મોગલે ઘણા લોકોના દુઃખ હર્યા છે. જેના કારણે જ તેમના ભકતો તેમના પર અતૂટ શ્રદ્ધા રાખે છે.

આ ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, મણિધર બાપુએ જણાવ્યું હતું કે, અહીં ભુજનું એક દંપતી માં મોગલ માટે એક સાડી, 21000 રૂપિયા અને

એક ચાંદીનો સિક્કો ભેટ સ્વરૂપે લઈને આવ્યું હતું. આ દરમિયાન તેમને આ દંપતીને પૂછ્યું હતું કે, બેટા તમારી શું માનતા હતી ત્યારે આ

મહિલાએ મણિધર બાપુને જણાવ્યું હતું કે તેમનો પતિ વિદેશ રહેતો હતો અને તે પણ તેમની સાથે લગ્ન કરીને વિદેશ રહેવા માટે જવાની હતી

અને આ માટે તેમની વિઝા બનાવવા માટેની પ્રોસેસ ચાલી રહી હતી. જો કે આ વિઝા બનાવવા માટેની પ્રોસેસને ઘણો બધો સમય થઇ ગયો હતો, તેમાં છતાં પણ તેમના વિઝા આવી રહ્યાં ન હતા.

જો કે, ઘણા સમયથી વિદેશ જવા માટે વિઝા ન આવતા તેમને માં મોગલને પ્રાર્થના-આજીજી કરી હતી કે, જો તેમાં વિદેશ જવા માટેના

વિઝા આવી જશે તો તેઓ માં મોગલના ધામે આવીને માં ને એક સાડી, ચાંદીનો સિક્કો અને 21000 રૂપિયા ચઢાવીશું. આ માનતા ના થોડા જ

દિવસ બાદ એવું થયું કેઆ દંપતીના વિદેશ જવા માટેના વિઝા આવું ગયા હતા. વિઝા આવી જતા આખા પરિવારનો ખુશીનો પાર રહ્યો ન

હતો. ત્યારબાદ આ દંપતીની માનતા પુરી થતા તેઓ તેમની માનતા પુરી કરવા માટે કબરાઉ ધામ પહોંચી આવ્યા હતા. દરમિયાન મણિધર

 બાપુએ દંપતી પાસેથી માં મોગલને અર્પણ કરવા માટે લાવેલ બધી જ વસ્તુઓ પોતાના હાથમાં લઇ લીધી અને મહિલાને પોતાની દીકરી માનીને

 કહ્યું કે માં મોગલે તમારી 121 ઘણી માનતા સ્વીકારી લીધી છે અને આ બધી વસ્તુઓ માં મોગલે તેમને. તમે બંને હંમેશા ખુશ રહો એવી માં મોગલને પ્રાર્થના છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *