દીકરીના વિદેશ જવાના વિઝા વારંવાર થતા હતા રિજેક્ટ, પિતાએ માતા મોગલ ની માનતા રાખી અને થયો ચમત્કાર

આજના આધુનિક સમયમાં અનેક લોકો એવા હોય છે જેમને ધર્મમાં વધારે શ્રદ્ધા હોતી નથી. પરંતુ આજે તમને એક એવી ઘટના વિશે જણાવીએ જેના વિશે જાણીને કોઈપણ વ્યક્તિને

માતા મોગલ પ્રત્યે શ્રદ્ધા વધી જાય.ગુજરાતમાં માતા મોગલના ધામ તરીકે ભગુડા અને કબરાઉ પ્રખ્યાત છે. અહી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે. માતાજી ચારણ કુળના

દેવી હતા. પરંતુ તેમના પરચા ના કારણે માતાજી દરેક વ્યક્તિના મનમાં વાસ કરે છે.જે પણ વ્યક્તિ શ્રદ્ધાથી માતાજીને યાદ કરે તેના દુઃખ અચૂક દૂર થાય છે.ભક્તો જે પણ મનોકામના રાખે

છે તેને માતા મોગલ ગણતરીના દિવસોમાં પૂરી કરે છે. અહીં જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના દરેક લોકો દર્શન કરવા આવી શકે છે.આવી જ રીતે હાલમાં એક વ્યક્તિ કબરાઉ પોતાની દીકરીને

લઈને દર્શન કરવા આવ્યા હતા. આ વ્યક્તિએ પોતાની દીકરીના વિદેશ જવાના વિઝા પ્રાપ્ત થઈ જાય તે માટે માતા મોગલ ની માનતા રાખી હતી. તેઓ ઘણા સમયથી વિઝા માટે પ્રયત્ન કરતા

હતા પરંતુ કોઈને કોઈ કારણોસર વિઝા રિજેક્ટ થતા હતા. છેવટે પિતાએ દીકરીના વિઝા માટે માતા મોગલ ની માનતા રાખી અને ચમત્કાર થઈ ગયો.તેમની દીકરીને વિઝા મળી ગયા અને પછી

દીકરી વિદેશ જાય તે પહેલા પિતા પોતાની દીકરીને લઈને માતાજીના ચરણોમાં દર્શન કરવા આવ્યા અને સાથે જ 5500 પણ લઈને આવ્યા.તેમણે મણીધર બાપુને સમગ્ર વાત જણાવી

અને 5500 આપ્યા. મણીધર બાપુએ રૂપિયા હાથમાં લઈને ભક્તોને કહ્યું કે માતાએ તેની માનતા સ્વીકારી લીધી છે અને પછી તેની ઉપર એક રૂપિયા મૂકીને બધા જ રૂપિયા પરત કરી દીધા.

Leave a Comment