દીકરા તારું દુઃખ દૂર કરું હો જય મહાકાળી માં લખી શેર કર - Kitu News

વડોદરાઃ જ્યારે પાવાગઢ સ્થિત મહાકાળી મંદિરના (Pavagadh Mahakali Temple) ટ્રસ્ટીઓએ

જાહેરાત કરી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે મંદિરની ટોચ પર ‘ધ્વજા’ ફરકાવશે, ત્યારે

ઘણાને આશ્ચર્ય થયું કે ગુજરાતમાં આવેલા આ આસ્થાના ધામને ફરી પોતાના ભવ્ય સ્વરુપમાં

પહોંચતા કેમ આટલી સદીઓ લાગી ગઈ? જોકે આટલો સમય કેમ લાગ્યો તે અંગે ટ્રસ્ટ દ્વારા ખુલાસો

કરવામાં આવ્યા બાદ જ મામલો વધુ સ્પષ્ટ થયો હતો. મહત્વનું છે દેશના અનેક મંદિરોની જેમ

પાવાગઢનું મંદિર પણ પોતાના ભવ્ય વારસા અને સંપત્તિના કારણે મુસ્લિમ આક્રાંતાઓના ( Muslim

Invaders Damage pavagadh Temple) હુમલાનું ભોગ બન્યું હતું અને મંદિરે પોતાની ભવ્યતા

ગુમાવી હતી. જોકે આટલી સદીઓના વાણા વઈ ગયા પછી પણ આ મંદિરની ભવ્યતાને પાછી

લાવવામાં કેટલીક સમસ્યાઓ હતી જેનું ઉકેલ લાવવામાં આવ્યો છે.મંદિરના ટ્રસ્ટી અશોક પંડ્યાએ

જણાવ્યું હતું કે મંદિરના શિખર પર આવેલા ધ્વજ સ્તંભ પર ધ્વજા ફરકાવાય છે. જો કે, જ્યારે 15મી

સદીમાં સુલતાન મોહમ્મદ બેગડા દ્વારા પાવાગઢ પર વિજય મેળવ્યો ત્યારે મંદિરમાં તોડફોડના કારણે

‘શિખર’ને ખૂબ જ નુકસાન થયું હતું. આ ઉપરાતં તેમણે જણાવ્યું હતું કે શીખરની ઉપર એક દરગાહ

પણ બનાવી દીધી હતી જેના કારણે ત્યાં ધ્વજા ફરકાવવી શકાય તેવી જગ્યા નહોતી અને જે

અયોગ્ય સ્થાન બની જતું હતું. તેમણે વધુમાં કહ્યું કે ”દરગાહ પણ તે જ સમયે અસ્તિત્વમાં આવી હશે

જ્યારે મુસ્લિમ આક્રાંતાઓએ અહીં હુમલો કરીને પાવાગઢને જીતી લીધું હતું. તેને સદનશાહ પીરની

દરગાહ કહેવાય છે. આ દરગાહ વિશે અનેક જુદી જુદી કહાની ઘડી કાઢવામાં આવી છે જોકે મારી

પાસે તેના વિશે કોઈ નક્કર માહિતી નથી.” તેમ પંડ્યાએ ઉમેર્યું હતું.

પાવાગઢમાં રહેતા અને ચાંપાનેર-પાવાગઢના ઈતિહાસમાં ઊંડો રસ ધરાવતા કોલેજના નિવૃત્ત

પ્રોફેસર ઘનશ્યામ જોષીએ જણાવ્યું હતું કે બેગડાએ પાવાગઢ પર હુમલો કર્યો ત્યારે મંદિરને

નુકસાન થયું હતું અને દરગાહ 1484 પછી આવી હોવાનું માનવાનાં ઘણા કારણો છે. જોશીએ અમારા

સહયોગી TOI ને કહ્યું, “હુમલા પછી પાવાગઢે તેની ભવ્યતા અને ગૌરવ ગુમાવ્યું હતું, પરંતુ તે હવે

પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યું છે.” પંડ્યા અને જોશી બંનેએ એ બાબતે ધ્યાન દોર્યું હતું કે વર્ષોની

વાટાઘાટો બાદ મંદિર ટ્રસ્ટ અને દરગાહની સંભાળ રાખનારાઓ એ મુદ્દે સમજૂતી પર પહોંચ્યા હતા અને દરગાહને મંદિરની નજીકના સ્થળે ખસેડવામાં આવી

હતી. જોશીએ કહ્યું કે “ઉલ્ટાનું દરગાહને વધુ સારું સ્થળ મળ્યું છે. તે હવે વધુ સ્પષ્ટ દેખાઈ રહી છે અને વધુ લોકો તેની મુલાકાત લઈ રહ્યા છે.”મહત્વનું છે કે

18 જૂન શનિવારે હવે ફરી એકવાર સદીઓ બાદ મહાકાળી મંદિર પર ધ્વજા ફરકશે અને પોતાની જૂની ભવ્યતાને યાદ અપાવે તેમ શીખર સોનાનો

ઢોળ ચઢાવેલ ધ્વજ દંડ અને કળશ પણ મૂકવામાં આવ્યા છે. PM શનિવારે સવારે પાવાગઢ જવાના છે. તેઓ મહાકાલી મંદિરમાં જતા પહેલા સૌપ્રથમ

ભૈરવ મંદિરની મુલાકાત લેશે જ્યાં તે ‘ધ્વજા’ની પૂજા સહિતની પ્રાર્થના કરશે જે પછી મંદિર પર આ ધ્વજાને ફરકાવવામાં આવશે. ત્યારબાદ મોદી વન

વિભાગ દ્વારા વિકસિત વિરાસત વનની મુલાકાત લેવાના છે. રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરામાં મીડિયાને સંબોધતા આ ઘટનાને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે કહ્યું કે પાવાગઢ ખાતે આવો કાર્યક્રમ 500 વર્ષમાં પ્રથમ વખત યોજાશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *