અમદાવાદની નજીકમાં આવેલા ગણપતિના યાત્રાધામ ગણપતપુરાનો ઈતિહાસ ખૂબ જ રોચક છે.ગણપતપુરા ધોળકા શહેરની નજીકમાં આવેલુ પવિત્ર ધામ

છે.આ મંદિર ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે.આ કોઠ ગામ ધોળકાથી ૨૦ કિ.મી અને અમદાવાદથી ૭૫ થી ૮૦ કિ.મી અને બગોદરા નેશનલ

હાઈવેથી ૧૪ કિ.મી ના અંતરે આવેલુ છે.આ ગામને લોકો ગણેશપુરા,ગણપતિપુરા,ગણપતપુરા જેવા નામથી ઓળખે છે.આ ગણપતિ મંદિરની ખાસિયત છે

કે દરેક ગણપતિ મંદિરમાં ગણેશજીની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે, પણ આ મંદિરમાં ગણેશજીની સૂંઢ જમણી બાજુ વળેલી છે. અહી સ્વયંભૂ પ્રગટ

થયેલી ગણપતિની મૂર્તિ છ ફૂટ ઊંચાઇ ધરાવે છે.મંદિરનો ઈતિહાસવિક્રમ સંવત ૯૩૩ ના અષાઢ વદ ૪ ને રવિવારના રોજ હાથેલમાંથી જમીનના કેરડાના

જાળાના ખોદકામ સમયે ગણપતિ દાદાની મૂર્તિના પગમાં સોનાના તોડા, કાનમાં કુંડળ, માથે મુગટ અને કેડમાં કંદોરા સાથે પ્રગટ થઇ હતી.આ જગ્યાએ

પહેલા જંગલ હતુ. આ મૂર્તિ લઇ જવા માટે કોઠ, રોજકા અને વણકૂટા ગામનાં આગેવાનોમાં વિવાદ થયો હતો.જ્યારે મૂર્તિ ગાડામાં મૂકવામાં આવી ત્યારે

ચમત્કાર થયો.ગાડુ વગર બળદે ચાલવા લાગ્યુ અને ગણપતિપુરાના ટેકરે જઇને ઊભું રહી ગયું અને ગણેશજીની મૂર્તિ આપમેળે ગાડામાંથી નીચે ઉતરી ગઇ.

તે સમયથી જ આ જગ્યાનું નામ ગણેશપુરા પડ્યું.એ દિવસે અને એ જ તિથિએ અરણેજમાં બુટભવાની માતાજી પ્રગટ થયા અને પૂજારી અંબારામ પંડિતના

નામ પરથી અરણેજ નામ પડ્યું હતું.ગણપતિપુરામાં દર માસની વદ ચોથના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લેવા આવે છે.ગુજરાત અને

તેના બહારના રાજ્યોમાંથી અહીં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે.અહીં આવતા ભક્તો માટે ચા-પાણી અને ભોજનની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવે છે.

કેવી રીતે પહોંચશો અમદાવાદથી ૭૫ થી ૮૦ કિમીના અંતરે આવેલા આ ગણપતપુરા મંદિરના દર્શન કરવા ઘણી બસો ઉપલબ્ધ છે.તમે તમારૂ પોતાનું પ્રાઈવેટ સાધન લઇને પણ જઇ શકો છો.આ મંદિરથી ૫ કિ.મીના અંતરે અરણેજમાં બુટભવાની માતાનું મંદિર આવેલુ છે. ત્યા પણ દર્શન કરવા જઇ શકો છો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *