ગુજરાતના આ મંદિરમાંથી દરેક પરિણીત સ્ત્રી કંકુ લઈ જવાનું કદી પણ ચૂકતી નથી - Kitu News

ગુજરાતમા અનેક એવા મહત્વના મંદિરો આવેલા છે કે જ્યા દરરોજ અનેક લોકો દર્શન કરવા જતા હોય છે.ભક્તોની આ મંદિરો સાથે આસ્થા અને એક

વિશ્વાસ જોડાયેલો હોય છે.આજે અમે તમને એવા જ એક ચમ્ત્કારિક મંદિર વિશે અહિ બતાવીશુ.ગુજરાતના દ્વારકા જિલ્લાના કોયલા ડુંગર પર હરસિદ્ધ

માતાજી નુ ખૂબ જ પ્રાચીન અને ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિર અતિપ્રાચીન છે અને એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ આ મંદિરનું નિર્માણ

કરાવ્યું હતું. આ મંદિર માં શેઠ જગડુશાની તથા ઉજ્જૈનનાં વિક્રમ રાજાની લોક કથા પણ જાણીતી છે.નવરાત્રિ ના પાવન પર્વે અહીંયા માતાજીના દર્શન

કરવા ભાવિકો દૂર દૂરથી પધારે છે અને પુરી શ્રધ્ધા થી માતાજીના દર્શન કરે છે. ડુંગરની નીચેના ભાગમાં આવેલું મંદિર લગભગ 800 વર્ષ જૂનું હોવાનું

માનવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે દુષ્કાળના સમયમાં કચ્છ ના જાણીતા શેઠ જગડુશા અહીંથી દરિયાઈ માર્ગે પસાર થતા હતા તે દરમિયાન

સમુદ્રમાં તોફાનના કારણે જગડુશાના વહાણો ડૂબી ગયા હતા. આવા મુશ્કેલીના સમયમાં શેઠ જગડુશાએ હરસિદ્ધ માતાજીને પ્રાથના કરતા જગડુશા ની

પ્રાર્થના સ્વીકારીને તેમના વાહનોને હરસિદ્ધ માતાજીએ બચાવી લીધા હતા. ત્યાર બાદ શેઠ જગડુશા અને તેમના પરિવારે કોયલા ડુંગરની નીચે ભવ્ય

મંદિરનું નિર્માણ કર્યું હોવાનું માનવામાં આવે છે.લોકવાયકા મુજબ દ્વારકા પ્રદેશમાં રાક્ષસો નો ત્રાસ ખૂબ જ વધી ગયો હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ

રાક્ષસોનો નાશ કરવા માટે શક્તિની જરૂર પડી હતી. શક્તિના દાતા ભગવાન દ્વારકાધીશના કુળદેવી હરસિદ્ધિ માતાજી પોતે ભગવાન શ્રી કૃષ્ણ ના

હથિયારરૂપી ભાલામાં શક્તિરૂપે બિરાજમાન થયા હતા.ભગવાન શ્રી કૃષ્ણ એ બધા રાક્ષસનો નાશ કર્યો હતો. ત્યારબાદ ભગવાન દ્વારિકાધીશે કોયલા

ડુંગર ઉપર હરસિદ્ધિ માતાજીના આ મંદિરનું નિર્માણ કરાવ્યું હોવાનું માનવામાં આવે છે.આ મંદિરમાં ગૃહિણીઓ પોતાના સોભાગ્યના લાંબા આયુષ્ય માટે પણ અહીં દર્શને આવે છે. અહીથી કંકુ લઈ જઈ પોતાના માથામાં સેંથો પૂરે છે. અહી આવતી દરેક પરિણીત સ્ત્રી અહીથી કંકુ લઈ જવાનું કદી ચૂકતી નથી. માતાજીના દર્શન માત્ર થી લોકોના ભવ્ય ખુલી જાય છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *