હઠીલા હનુમાનને ટચ કરો અને આશીર્વાદ લો.ભક્તો અહી દૂર દૂરથી માનતા લઈ આવે છે.બધી મનોકામના થશે પૂર્ણ

હનુમાનદાદા સર્વેના કષ્ટ હરનારા છે આથી તેમને કષ્ટભંજન દેવ તરીકે ઓળખવામાં આવે છે. આપણા ગુજરાત રાજ્યની અંદર

હનુમાનદાદાના અનેક ચમત્કારિક મંદિરો આવેલા છે. ત્યારે આજે અમે તમને આવાજ એક હનુમાનદાદાના ચમત્કારિક મંદિર વિષે જણાવીશું. પંચમહાલ જીલ્લાની અંદર આવેલ હનુમાનદાદાનુ આ ચમત્કારિક મંદિર આજે ખુબજ જાણીતું બન્યું છે.

હનુમાનદાદાના આ ચમત્કારિક મંદિરને હઠીલા હનુમાન દાદાના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. પંચમહાલ જીલ્લાના જંત્રાલ

ગામની અંદર આવેલ હઠીલા હનુમાનદાદાનું મંદિર પોતાના રહસ્યોથી ખુબજ જાણીતું બન્યું છે આથી દેશ વિદેશથી ભક્તો દર્શન કરવા માટે મંદિરમાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરની અંદર હાજરાહજૂર હનુમાનદાદા બીરાજમાન છે.

હનુમાનદાદા અહીં આવતા ભક્તો પણ પોતાની કૃપા વરસાવતા રહે છે. જો આ મંદિરના ઇતિહાસની વાત કરી એ તો આ

વિસ્તારમાં હનુમાન દાદાની મૂર્તિ આડી પડી રહેતી હતી. લોકો તેને સીધી કરતા અને તે બીજા દિવસે ફરી આડી પડી જતી

હતી.આ જોઈને લોકોએ હનુમાન દાદાને પ્રાર્થના કરી કે જો મૂર્તિ સીધી રહેશે તો અમે લોકો અહીં તમારું મંદિર બંધાવીશું. અને પાછી મૂર્તિ ઉભી કરવામાં આવી હતી.

ત્યારબાદ મૂર્તિ તેના પાછી આડી નહિ પડી અને ત્યાર પછી ભકતો દ્વારા હનુમાન દાદાનું સૌથી મોટું મંદિર બંધાવવામાં આવ્યું

અને તેનું નામ હઠીલા હનુમાન દાદા રાખવામાં આવ્યું.આ મંદિરમાં દર મંગળવાર અને શનિવારે ભકતોની ખુબજ ભારે ભીડ જોવા મળે છે. ભક્તો અહીં પોતાની અલગ અલગ માનતા લઈને આવે છે અને હનુમાન દાદા દરેક ભકતની મનોકામના જરૂરથી પુરી કરે છે.

Leave a Comment