વજન ઘટાડતાં સમયે ધ્યાન રાખજો એક્સપર્ટે આપી સલાહ આ નવ સામાન્ય ભૂલો તમારી મહેનત પર પાણી ફેરવી શકે છે - Kitu News

વજન ઉતારવું એ ઘણા લોકોનું મુખ્ય ધ્યેય હોય છે અને ફિટનેસની શરૂઆતની સફરમાં તે થોડાં કિલો વજન ઘટાડી પણ લે છે, પરંતુ ફિટનેસની આ યાત્રામાં લોકો અમુક એવી ભૂલો કરી બેસે છે, જેનાં કારણે તેમની અત્યાર સુધીની તમામ મહેનત પર પાણી

ફરી જાય છે. આ ભૂલો એટલી સામાન્ય હોય છે કે, ભાગ્યે જ કોઈનું ધ્યાન તેનાં પર જાય. સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે ઈન્સ્ટાગ્રામ પર વજન ઘટાડવા સમયે લોકો દ્વારા કરવામાં આવતી સામાન્ય ભૂલોને સમજાવતાં અમુક વીડિયો શેર કર્યા હતાં, ચાલો જાણીએ કઈ છે આ ભૂલો?

ફક્ત વજન ઉતારવા પર જ ધ્યાન કેન્દ્રિત ના કરો
આનો અર્થ એવો થાય છે, કે કોઈપણ વ્યક્તિએ પોતાનું ડાયટ એવું ના બનાવવું જોઈએ, કે જે માત્ર વજન ઉતારવા વિશે જ હોય. તેનાં બદલે કંઈક એવું ડાયટ બનાવવું જોઈએ કે, જે તેમના સ્વાસ્થ્યને પણ અનુકૂળ હોય તથા તેનાથી કમર અને છાતીનાં ભાગમાં પણ શરીરને અનુરૂપ બદલાવ આવે.

વજન ઘટાડવાનાં તમારાં ભૂતકાળનાં અનુભવોને વર્તમાન પ્રયાસ સાથે ના સરખાવો
ભૂતકાળના અનુભવો કે અન્ય કોઈનાં અનુભવોને જાણવામાં કોઈ જ વાંધો નથી પરંતુ,તેને તમારાં વજન ઘટાડવાનાં વર્તમાન પ્રયાસ સાથે સરખાવશો નહિ.

નિષ્ફળ પરિણામો માટે પોતાની જાતને દોષ ન આપો
વજન ઘટાડતાં સમયે કોઈપણ પ્રકારનું શિસ્ત તમારાં નબળાં ડાયટ પ્લાનની ભૂલની ભરપાઈ કરી શકતું નથી માટે એક્સ્પર્ટ કહે છે કે, જ્યારે તમને પરિણામો જોવા નથી મળતાં ત્યારે તમારી જાતને દોષ આપવાને બદલે તમે તમારું ડાયટ પ્લાન સુધારીને ફરીથી વજન ઘટાડવાની સફર શરુ કરી શકો છો.

વજન ઘટાડવામાં કોઈપણ પ્રકારની ઉતાવળ હાનિકારક સાબિત થઈ શકે છે
એ વાત ધ્યાનમાં રાખવી કે, શરીરને કોઈપણ નવી વસ્તુ સાથે અનુકૂળ થવામાં લગભગ 12 અઠવાડિયા જેટલો સમય લાગે છે, જેમ કે ડાયટમાં ફેરફાર, વ્યાયામ વગેરે. તમારું વજન જેમ રાતોરાત નથી વધ્યું તેમ તેને ઘટાડવા માટે પણ તમારે તમારી જાતને પૂરતો સમય આપવો પડશે.

વ્યાયામ વધુ પડતો અથવા સજારૂપે કરશો નહીં
જીવનમાં એક્ટિવ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ તેની સાથે આ એક્ટિવ લાઈફનાં થાકોડાંને દૂર કરવાં માટે આરામ પણ એટલો જ મહત્વનો છે. દરરોજની લગભગ 20-30 મિનિટની કસરત તમારાં શરીરને તંદુરસ્ત રાખવા માટે યોગ્ય છે. આ ઉપરાંત

તમારી જાતને સજા આપવા માટે ક્યારેય પણ કસરતનો ઉપયોગ કરશો નહીં, કારણ કે તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે અથવા તમને ઇજા પણ પહોંચાડી શકે છે.

ઊંઘનાં મહત્વને ઓછું આંકશો નહીં
મોટાભાગનાં લોકોને તેમની વજન ઘટાડવાની સફરમાં ઊંઘનું મૂલ્ય જ સમજાતું નથી. જો તમને તમારાં રૂટિનમાં કામની પેટર્નમાં થોડી પણ ખલેલ પહોંચતી હોય એવો અનુભવ થાય તો સમજી જવું કે, તમારી ઊંઘમાં ઘટાડો થયો છે.

સોશિયલ મીડિયા પર આપેલાં ડાયટને ફોલો કરશો નહિ
જયારે પણ વજન ઘટાડવા માટેની શરૂઆત કરો તો કોઈ અનુભવી ડાયટિશન પાસેથી સલાહ લો અને પરંપરાગત રીતો ફોલો

કરવાનો આગ્રહ રાખવો. ક્યારેય ભૂલથી પણ સોશિયલ મીડિયા પર બતાવવામાં આવેલાં ડાયટ પ્લાન કે પછી કોઈ સોશિયલ ઇન્ફ્લુએન્સર દ્વારા જણાવવામાં આવેલાં ડાયટ પ્લાનને ફોલો કરવા નહિ.

ત્રણ ‘S’ ને ફોલો કરો
આનો અર્થ એ છે કે તમારી ભૂખ એ તમે રોજિંદા ધોરણે કેવું અનુભવો છો? તેનાં પર નિર્ભર છે. વજન ઘટાડતાં સમયે હમેંશાં ત્રણ ‘S’ ને ફોલો કરો, જે છે ‘sit and eat’, ‘slowly-slowly eat’ અને ‘follow your senses.’ જમતી વખતે આ તમામ બાબતો પર ધ્યાન આપો,

તમે કેટલાં તંદુરસ્ત છો? તેનો આધાર બીજાનાં અભિપ્રાય પર ના રાખો
જો તમે તમારાં શરીરમાં સકારાત્મક ફેરફારો નોંધો છો, પરંતુ કોઈએ તમને તમારાં શરીરનાં ફેરફાર અંગે અભિપ્રાય નથી આપ્યો તો એમ ના સમજો કે તે તમારો વ્હેમ છે. તે જ રૂટિન સાથે આગળ વાંધો ભલે પછી કોઈ અભિપ્રાય આપે કે ના આપે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *