આજે પણ માતાજી ચકલી સ્વરૂપે હાજર થાય છે

જોગણીનાર મંદિર અને તળાવ અહીં આવેલું છે.

અંજારના જોગણીનારનું મંદિર ઐતિહાસિક મહત્વ ધરાવે છે

જોગણીનાર મંદિર સંઘડ ગામ | કચ્છની પવિત્ર ભૂમિ અનેરો ઈતિહાસ ધરાવે છે.

રજવાડાના સમય સાથે ધર્મ મહાત્મય જળવાયું હોય

તેવા અંજાર તાલુકાના સંઘડ ગામ પાસે આવેલું જોગણીનાર મંદિર શક્તિના પરચા સમાન દર્શનિય છે.

આઈ વરુણી માતાજીએ જૂનાગઢના રાજા પોતાનુ સૈન્ય લઈને સિંધ તરફ જતા હતા ત્યારે આખા સૈન્યને જમાડીને શક્તિનો પરચો

આપ્યો હતો અને આશીર્વાદ આપ્યા બાદ રાજા વિજયી પણ થયા હતા. જૂનગઢના રાજા રા’નવઘણ પોતાની ધર્મની બહેન

જાહલને સુમરા રાજા હમિરના ત્રાસમાંથી છોડાવવા માટે પોતાનુ સૈન્ય લઈને સિંધ તરફ જતા હતા,ત્યારે ચારણ કન્યા આઈ વરૃણી

માતાજી એ પોતાની શક્તિનો પરચો આપ્યો હતો.અગાઉ રાંધેલા ભાણામાંથી આખી સેનાને જમાડીને તૃપ્ત કર્યા હતા. તેમજ

વિજય માટે આશિર્વાદ આપીને પોતે દેવ ચકલીના રૃપમાં રા’નવઘણના ભાલા પર બેઠા હતા. ત્યારબાદ રા’નવઘણે સિંધમાં ર્પ્રવેશ

કરીન હમિર સુમરાને હરાવ્યો અને બહેનને લઈને સિંધાથી કચ્છના અંજાર તાલુકાના સંઘડ ગામે આવી પહોંચ્યા. ત્યારે ભાદરવાના આકરા તાપમા સૈન્યો તરસ્યા થયા. પરંતુ ચો-તરફે વેરાન જંગલ હતુ. એવામાં ેદરિયાના ખારોપાટામાથી પાણી કાઢવુ ક્યાથી?

તેાથી રાજાએ મા આઈ વરૃણીને પ્રાર્થના કરતાની સાથે જ તેઓ પ્રગટ થયા અનેએ ખારી જમીનની ધરામાં ત્રિશુલ માર્યુ અને ત્યા જ તરત જ મીઠા નિર્મળ પાણીનુ ઝરણુ વહેવા લાગ્યુ. સૌએ પોતાની તરસ છિપાવી. ત્યારબાદ માતાજીએ ત્યા જ પોતાનુ મંદિર

બનાવવા માટે આજ્ઞા કરી. સવંત ૧૦૮૮ ના ભાદરવા મહિનાની વદ ચૌદશના દિવસે મધ્યાહન સમયે ત્યા બિરાજમાન થયા. રાજા અને સેનાએ પથૃથરોથી મંદિર બંધાવ્યુ હતુ.ં એક માન્યતા અનુસાર કપિલમૂનિ પણ આ સૃથળ પર ચાર્તુમાસ કરી ગયા છે.

નવરાત્રીમા આસપાસના ગામોના લોકો અંજાર, આદિપુર, ગાંધીધામ સહિતના લોકો પણ પગપાળા દર્શનાર્થે અને માનતા પુરી કરવા આવે છે. અહી બારેમાસ અન્નક્ષેત્ર ચાલુ રહે છે. ભાદરવા વદ ૧૪ના દિવસે રાત્રીના આહિરો ધ્વારા પરંપરાગત પહેરવેશમાં

રાસમંડળ અને ગરબાની રમઝટ જામે છે. જોગણીનાર, જોગણીનાર કચ્છ, જોગણીનાર મંદિર, જોગણીનાર કચ્છ, ગુજરાત જોગણીનાર, અંજાર તો જોગણીનાર,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *