જાણી લો અમદાવાદમાં આવેલા હનુમાનજીના કયા મંદિરને ભમરાઓ એ બચાવી લીધું હતું… - Kitu News

જાણી લો અમદાવાદમાં આવેલા હનુમાનજીના કયા મંદિરને ભમરાઓ એ બચાવી લીધું હતું..

દોસ્તો અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં સ્થિત કેફ હનુમાનજી મંદિર ખૂબ જ પ્રખ્યાત છે.

તમને જણાવી દઈએ કે કેમ હનુમાનજી મંદિર અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જમાલપુર

વિસ્તારના હનુમાન મંદિર તરીકે ઓળખવામાં આવતું હતું.આ દરમિયાન મંદિરની આસપાસ આર્મીની

થાણાની રચના કરવામાં આવી હતી આ સાથે તેની પાસે એક હોસ્પિટલ પણ બનાવવામાં આવી હતી.

આ દરમિયાન એક અંગ્રેજ અધિકારીએ આ મંદિરને ખસેડવાની વાત શરૂ કરી હતી, જેના લીધે ભક્તોમાં

ઘણો વિરોધ જોવા મળ્યો હતો.આ વિરોધની વચ્ચે અંગ્રેજોએ ચાર ધર્મશાળાઓની તોડફોડ કરી હતી

અને જ્યારે મંદિર તોડવાની વાત આવી ત્યારે મંદિરની દીવાલો ઉપર આપમેળે કાળા અને પીળા

રંગના ભમરાઓ આવીને ત્યાં બેસી ગયા હતા.જેના પછી મંદિર તોડવા માટે આવેલા મજૂરો ઉપર આ

ભમરાઓ એ હુમલો કર્યો હતો. જેના પછી અંગ્રેજો દ્વારા જે હનુમાનજીના મંદિરે તોડવાનો નિર્ણય લીધો હતો તે હટાવી લેવામાં આવ્યો હતો. ત્યાર પછી આ

મંદિરને અત્યાર સુધી હટાવવામાં આવ્યું નથી. તમને જણાવી દઇએ કે આ મંદિર ભક્તો માટે હંમેશા

ખુલ્લું રહે છે.હવે તમને જાણીને આશ્ચર્ય થશે કે એક અંગ્રેજ અધિકારીને સંતાન પ્રાપ્તિ થઈ રહી નહોતી.

ત્યારે તેમના એક હિંદુ નોકરે તેમને સંતાનની બાધા રાખવા માટે જણાવ્યું હતું જેના પછી હનુમાનજીની

કૃપાથી તેમના ઉપર સંતાન પ્રાપ્તિના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા અને તેમની સંતાન પ્રાપ્ત થયું

હતું.જેના પછી આ અધિકારી આ મંદિરમાં દર્શન કરવા માટે બેન્ડ લઈને આવ્યો હતો. જેના પછી આ

મંદિરમાં દર શનિવારના રોજ બેન્ડ વગાડવામાં આવે છે. આજે પણ આ મંદિરમાં બેન્ડ વગાડતા તમે

સાંભળ્યું હશે. જો આપણે બીજી ઘટના વિશે વાત કરીએ તો આ મંદિરમાં એક વખત રાતે 10:00

કલાકે મંદિરની મુખ્ય મૂર્તિ નીચે પડી ગઈ હતી,અને તેના પછી તેની આજુબાજુ એવું દ્રશ્ય નિર્માણ પામ્યું

હતું કે જેને જોઈને લોકો ચોકી ગયા હતા. તમને જણાવી દઈએ કે આ દરમિયાન આ મંદિરમાં મૂર્તિની બે આંખો જોવા મળી હતી અને ધીમે ધીમે

હનુમાનજીની સંપૂર્ણ મૂર્તિ દેખાવા લાગી હતી. જેના પછી આ વાત સમગ્ર શહેરમાં ફેલાઈ ગઈ હતી અને

મોટી સંખ્યામાં લોકો આ મંદિરને જોવા માટે અહીં પહોંચ્યા હતા.જો તમે મંદિરના આવા ઇતિહાસ વિશે

માહિતી મેળવવા માગતા હોય તો અમારા પેજ ને
લાઈક કરો અને આવા જ રસપ્રદ લેખ માટે અમારા પેજ ને ફોલો કરવાનું ચૂકતા નહીં.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *