જાણો દિવાસા ના દિવસ નું મહત્વ શું છે || જાણો શા માટે અષાઢ અમાસને દિવાસો કહેવા માં આવે છે - Kitu News

જાણો દિવાસા ના દિવસ નું મહત્વ શું છે ?

જાણો શા માટે અષાઢ અમાસને દિવાસો કહેવા માં આવે છે ?

હિન્દુઓનો પવિત્ર મહિનો એટલે શ્રાવણ માસ જેનો પ્રારંભ શુક્રવારથી થશે.

જ્યારે આધ્યશક્તિ જગદંબાના દશામાના સ્વરૂપનાં મહિમાના

એવરત જીવરત વ્રતનો પ્રારંભ ગુરુવારને દિવાસાના પવિત્ર

દિવસથી થશે. જે દસ દિવસ શહેરથી લઇ દૂર ગામડાઓના

પરિવાર સુધી માતાજીની ભિકત અને વ્રત ધામધૂમથી કરવામાં

આવશે. પાદરામાં દશામાના વ્રતને લઇને માતાજીની મૂર્તિઓ લેવા, પૂજાપો લેવા,

બુધવારનાં છેલ્લાં દિવસે ભારે ભીડ ઉમટી પડી હતી. હિન્દુ સમાજમાં માતાજીની

ભિકતનો અનેરો મહિમા છે. ત્યારે ગુરુવારને દિવસો અષાઢ વદ અમાસનાં દિવસથી દશામાના વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે.

જેમાં આ વ્રત કુમારિકાઓ, પરિણીત મહિલાઓ, તથા શ્રદ્ધાળુ પુરુષો પણ ભિકતભાવથી દસ દિવસ સાંઢણી પર સવાર મા

દશામાના સ્વરૂપનું વિધિવત સ્થાપન કરી વ્રતનો પ્રારંભ કરે છે. રોજ સવારે માતાજીની કથા શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરશે. તથા સુતરનાં દોરાને પ્રથમ દિવસે ૧૦ ગાંઠ મારી ભિકતનો સંકલ્પ કરવામાં આવે છે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *