આ મંદિરની કથા રાક્ષસ સાથે જોડાયેલી છે - Kitu News

ભારતમાં એક નહીં અનેક ચમત્કારી મંદિર છે. આ મંદિરોમાં થોડાં એવા રહસ્ય છુપાયેલાં છે જેનાં અંગે આજ સુધી કોઈ સમજી શક્યું નથી. તેમાંથી મોટાભાગના મંદિર ભગવાન શિવ સાથે જોડાયેલાં છે. આવું જ એક મંદિર હિમાચલના કુલ્લુમાં છે.હિમાચલના

કુલ્લુમાં સ્થિત શિવ મંદિરને વીજળી મહાદેવના નામથી ઓળખવામાં આવે છે. જેવું આ મંદિરનું નામ છે, તેવું જ કામ પણ છે. અહીં રહેનાર લોકોનું માનવામાં આવે તો આ મંદિર ઉપર દર 12 વર્ષે એકવાર આકાશમાંથી વીજળી પડે છે, છતાંય મંદિરને કોઈ

નુકસાન પહોંચતું નથી. આ ઘટના અનેક લોકોએ પોતાની આંખે જોઈ છે. આવું કેમ થાય છે, તે અહીંના લોકો વચ્ચે આજે પણ એક રહસ્ય છે. હાલ શ્રાવણ મહિનો શરું છે ત્યારે જાણો આ મંદિર સાથે જોડાયેલી ખાસ વાતો..ઇન્દ્ર આ મંદિર ઉપર વીજળી પાડે

છે પૌરાણિક કથાઓનું માનવામાં આવે તો અહીંની વિશાળકાય ઘાટી સાપ સ્વરૂપમાં છે, જેનો વધ મહાદેવે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે દર 12 વર્ષે એકવાર દેવરાજ ઇન્દ્ર મહાદેવની આજ્ઞાથી આ મંદિર ઉપર વીજળી પાડે છે, જેથી આ શિવલિંગ

ખંડિત થઈ જાય છે. તે પછી જ્યારે મંદિરના પૂજારી આ શિવલિંગ ઉપર માખણનો લેપ લગાવે છે ત્યારે મહાદેવને રાહત મળે છે. માખણ લગાવવાના કારણે આ મંદિરનું એક નામ માખણ મહાદેવ પણ છે.વીજળી મંદિર સાથે જોડાયેલી રોચક કથા લોક વાયકા

પ્રમાણે આ સ્થાને કુલાન્તક નામનો એક રાક્ષસ રહેતો હતો. એકવાર અજગર જેવો દેખાવ ધરાવનાર આ રાક્ષસે વ્યાસ નદીના પ્રવાહને રોકીને ઘાટીને ડૂબાડવાની કોશિશ કરી હતી ત્યારે ગુસ્સે થઈને મહાદેવે તેનો વધ કરી દીધો હતો. મૃત્યુ પછી કુલાન્તક

રાક્ષસનું શરીર એક પહાડમાં બદલાઇ ગયું. કુલાન્તકના નામનું બીજું નામ જ કુલ્લુ છે. તે પછી શિવજીએ ઇન્દ્ર દેવને આદેશ આપ્યો કે તે રાક્ષસના શરીર ઉપર દર 12 વર્ષે એકવાર વીજળી પડવી જોઈએ. ત્યારથી આજ સુધી આ ચમત્કાર થતો રહે છે.અહીં કેવી

રીતે પહોંચવું વીજળી મહાદેવ મંદિર પહોંચવા માટે તમારે સૌથી પહેલાં ટ્રેન, બસ કે પોતાના વાહન દ્વારા હિમાચલ પ્રદેશના કુલ્લુ સુધી પહોંચવું પડશે. અહીંથી તમે લોકલ બસ કે ટેક્સી કરીને ચાંસરી ગામ સુધી પહોંચો. તે પછી ટ્રેકિંગનો રસ્તો શરૂ થઈ જાય છે. વીજળી મહાદેવ પહોંચવાનો રસ્તો 3 કિલોમીટર લાંબો છે જેને તમે 2 થી 3 કલાકમાં પૂર્ણ કરી શકો છો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *