દોસ્તો દિવાળીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે.દિવાળી એ હિન્દુ ધર્મનો ખૂબ જ પવિત્ર તહેવાર છે.માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા લોકો જાતજાતના ઉપાયો કરે

છે.સાથે જ મહાકાળી માતાનું પણ આ તહેવાર સાથે ખૂબ મહાત્મય રહેલું છે.જો મહાકાળી માતા કોપાયમાન થાય તો જીવનમાં ઊથલપાથલ મચી જાય

છે.ભક્તો આજના દિવસે મહાકાળી માતાને પ્રસન્ન કરવા માટે ઉપાયો કરે છે,આજે ખૂબ જ હર્ષોલ્લાસથી કાળી ચૌદસનો તહેવાર મનાવવામાં આવી રહ્યો

છે.જેને રૂપ ચૌદસના નામે પણ ઓળખવામાં આવે છે.આજના દિવસે આમ તો સૂર્યોદય પહેલા ઊઠીને સ્નાન કરવું શુભ ગણાય છે.પણ તમારાથી એવું થયું નથી તો એ સિવાય આ રહ્યા 5 ઉપાય.જેનાથી બદલાઈ જશે તમારું જીવન.ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ

1.જ્યારે પણ સ્નાન કરો ત્યારે ચંદન,હળદર અથવા તો દૂધથી સ્નાન કરશો.સાંજે પૂજા કરતાં પહેલા પણ આ પ્રકારે તમે સ્નાન કરી શકો છો જે શુભ ગણાશે.ઘરનો કંકાશ પણ દૂર થશે

2.આજના દિવસે એવું કહેવાય છે કે તેલ લગાવીને પછી સ્નાન કરવામાં આવે તો નરકમાથી મુક્તિ મળે છે.સાંજે સ્નાન કરતાં પહેલા આ ઉપાય અચૂક કરો

3.કાળી ચૌદસની રાતે તેલના 14 દીવા અચૂક મૂકો.આવું કરવાથી બધા જ પાપોમાથી તમને મુક્તિ મળશે

4. આ દિવસે ખાસ કરીને પીળા રંગનું વસ્ત્ર ધારણ કરો.અને યમ પૂજન કરો.જેનાથી નરકમાં જવાનો ભય રહેતો નથી

5. આજના દિવસે હનુમાનજીના નજીકના મંદિરે જાઓ અને તેલ ચઢાવો અથવા દીવાબતી કરી શ્રીફળ ચઢાવો.તમારા બધા કષ્ટ દૂર થશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *