ગુજરાતના આ ખોડિયાર મંદિરમાં માતાજીનું ત્રિશૂળ દર વર્ષે વધે છે || જાણો ક્યાં આવેલ છે આ મંદિર ?

ખોડિયાર માતાજીનું મંદિર 1200 વર્ષ જૂનું છે.

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલું ખોડિયાર માતાજીનું મંદિર માઇભક્તોમાં શ્રદ્ધાની જ્યોત જલાવી રહ્યું છે.

ગુજરાતમાં ખોડિયાર માતાજીનાં મુખ્ય ત્રણ મંદિરો છે.

જેમાં ધારી પાસે ગળધરા, ભાવનગર પાસે રાજપરા અને વાંકાનેર પાસે માટેલ ગામે આવેલાં છે.

ત્રણેય મંદિર પાણીના ધરાની બાજુમાં આવેલા છે.

માટેલમાં ઊંચી ભેખડ પર વરખડીના ઝાડ નીચે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે.

થોડોક ઢોળાવ ચડીને મંદિરે જવાય છે. મંદિરમાં માતાજીનાં બે સ્થાનક છે.

જૂના સ્થાનકમાં ખોડિયાર માતાજીની મૂર્તિ ઉપર સોના-ચાંદીના છત્ર ઝૂમે છે.

બાજુમાં ખોડિયાર માતાજીની આરસ પથ્થરની સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે.

અહીં ભક્તો ચાંદલો અને ચૂંદડી અર્પણ કરે છે.

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં માટેલ ગામમાં પ્રખ્યાત ખોડીયાર મંદિર આવેલું છે.

વાંકાનેર શહેરથી આશરે 17 કિમી દૂર છે.માતાજી મંદિર ઉચ્ચ ખડક પર આવેલું છે.

અહીં જૂની ચાર દેવીઓ ની મૂર્તિઓ છે.

મંદિર ના કાંઠે શાંત નદી આવેલી છે જે માટેલિયા તરીકે ઓળખાય છે. કાળા ઉનાળે માટલીયા દરની બાજુમાં જ ભાણેજીયો ધરો

આવેલ છે, તેમાં પાણી લઇ ગયા હતા, તો પણ ધરામાં પાણી ખાલી થયું ન હતું. આજે પણ માટેલ ગામના લોકો માટલીયા ધરાનું

પાણી ગાળિયા વગર જ પીવા માટે ઉપયોગ કરે છે. લોકો માને છે કે, આ ગામના લોકો પાણીજન્ય બીમારીનો ભોગ બનતા નથી. ઉપરાંત માટલીયા ધરાનું પાણી પણ ઘણા લોકો પોતાની સાથે લઇ જતા હોય છે.

Leave a Comment