જય માં મોગલ લખીને શેર કરો

માં મોગલ આજે પણ હાજરા હજુર બિરાજમાન છે, મંદિરમાં દર્શન માત્રથી જ ભક્તોના ધારેલા બધા કામ પુરા થાય છે, તેથી ભક્તો મોટી સંખ્યામાં માં

મોગલના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે, માં મોગલે અત્યાર સુધી લાખો કરતા પણ વધારે ભક્તોને સાક્ષાત પરચા પૂર્યા છે, જે ભક્તો માં મોગલના

દરવાજે આવીને માથું ટેકે છે તે દરેક ભક્તોનું જીવન માં મોગલ ખુશીઓથી ભરી દે છે.માં મોગલના આર્શીવાદથી સાહીઠ વર્ષે પણ ઘણા ભક્તોના ઘરે

પારણાં બંધાયા છે, હાલમાં એક મહિલા છેક કેનેડાથી માનેલી માનતા પુરી કરવા માટે કબરાઉ માં મોગલના ધામમાં આવી પહોંચી હતી, આ મહિલાની

દીકરીને જન્મથી જ કાનમાં તકલીફ હતી એટલે તે ઓછું સાંભળી શકતી હતી, તે માટે આ મહિલાએ તેમની દીકરીને સારું થઇ જાય તે માટે માં મોગલને

યાદ કરીને માનતા માની હતી.મહિલાએ માનતા માનતી વખતે કહ્યું હતું કે હે માં મોગલ મારી દીકરીને કાનની સમસ્યા દૂર થઇ જાય તો મંદિરમાં આવીને ૧૧

હજાર રૂપિયા અને ચાંદીનું છત્ર ચડાવીશ, ત્યારબાદ થોડા જ સમયમાં દીકરીના કાનની તકલીફ દૂર થઇ જતા પરિવારના દરેક લોકો ખુબ જ ખુશ થઇ ગયા

હતા અને તરત જ મહિલા કેનેડાથી કબરાઉ આવી પહોંચી હતી.કબરાઉમાં આવીને મહિલાને માં મોગલના દર્શન કર્યા અને મણિધર બાપુને ૧૧ હજાર

રૂપિયા આપ્યા તો મણિધર બાપુએ તે પૈસા મહિલાને પરત આપ્યા અને કહ્યું માં મોગલે તારી માનતા સાત ગણી સ્વીકારી અને કહ્યું આ પૈસા તું તારી

દીકરીને આપી દેજે અને આ ચાંદીનું છત્ર તારી કુળ દેવીને અર્પણ કરી દેજે, માં મોગલ તો આપનારી છે, લેનારી નથી. આથી ભક્તો મોટી સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે આવે છે.

Leave a Comment