શું તમે જાણો છો ? મહાકાળી માઁ ની વિશેષતા તેમજ તેમના પ્રસિદ્ધ મંદિરો ક્યાં ક્યાં આવેલા છે ? - Kitu News

મહાકાળી માઁ ભગવાન શિવની પત્ની છે. ભગવાન શિવની ત્રીજી આંખો ખોલવા થી એક શક્તિ બહાર

આવી હતી તેને જોઈને ત્યાં ઉભેલા બધા
દેવી-દેવતાઓ ડરી ગયા હતા. આ શક્તિ એ એક

વિશાળ અને રુદ્ર રૂપ ધારણ કર્યું હતું. જેનો રંગ કાળો અને જીભ લોહી જેવી લાલ હતી ચહેરા પર આગ જેવું તેજ હતું માથા ઉપર ત્રીજી આંખ હતી.

હિન્દુ ધર્મમાં મહાકાળી નું પ્રથમ સ્થાન છે. કાળી નો અર્થ છે સમય અને કાળ એવું માનવામાં આવે છે કે

મહાકાળી ની ઉત્પતિ કાળ અને સમયને નાશ કરવા માટે થઇ હતી. કાળ અને સમયથી કોઈ બચી શકતું

નથી. મહાકાળી એ મા દુર્ગાનું વિકરાળ રૂપ છે આ વાત બધા જાણે છે કે દુષ્ટોનો સંહાર કરવા માટે

માતાએ મહાકાળીનું રૂપ લીધું હતું. આ રૂપ ધારણ કરવા પાછળ ઘણી બધી કથાઓ પ્રચલિત છે.

મહાકાળી માઁ એ ભગવાન શિવની પત્ની છે દરેક જન્મમાં તેમના અનેક નામ છે. દેવી પાર્વતીએ

પાપીઓનો વિનાશ કરવા માટે એક ભયાનક રૂ લીધું હતું તેનું નામ મહાકાલી. મહાકાળી નો રંગ કાળો છે

અને જોવા મા એકદમ ભયાનક લાગે છે .મહાકાળીના એક હાથમાં કટાર અને બીજા

હાથમાં ખપ્પર અને ગળામાં ખોપડી ઓની ની માળા પહેરી છે. મહાકાલી નું નિવાસસ્થાન સ્મશાન છે.

ભગવાન શિવ તેમના જીવનસાથી છે બંગાળ અને આસામમાં તેની વિશેષ પૂજા થાય છે. માતાનું આ

રૂપ એકદમ ભયાનક છે તેની અંદર કોઈ દયાભાવ નથી તે પોતાના શત્રુઓનો નાશ કરે છે.

એકવાર દારૂક નામના પાપી રાક્ષસે બ્રહ્માજીની કઠોર તપસ્યા કરીને તેમના પાસેથી વરદાન માગ્યું. એ

વરદાનથી દારૂક ઘણો બલવાન થઈ ગયો.બ્રહ્માજીના આપેલા વરદાનથી દારૂક બધા દેવતાઓ અને

બ્રાહ્મણોને પરેશાન કરવા લાગ્યો. ધાર્મિક વિધિઓ બંધ કરી દીધી હવન ,યજ્ઞ,અનુષ્ઠાન બધું જ બંધ

કરાવી દીધું અને સ્વર્ગમાં પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું. બધા દેવી-દેવતાઓ સાયતા માટે બ્રહ્મા અને

વિષ્ણુ પાસે ગયા. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે આ રાક્ષસને ફક્ત એક સ્ત્રી દ્વારા તેનો વધ કરવામાં

આવશે. બધા જ દેવી-દેવતાઓ દારૂ ક ની સાથે યુદ્ધ કરવા માટે ગયા હતા. પરંતુ બધા જ દેવતા તેની સામે હારી ગયા હતા. તે રાક્ષસ ખૂબ જ શક્તિશાળી હતો.

બ્રહ્મા વિષ્ણુ સહિત ના બધા દેવો ભગવાન શિવના કૈલાસ પર્વત પર પહોંચ્યા. ત્યાં જઈને આ રાક્ષસ

વિશે કહ્યું કે તમે જે કોઈ ઉપાય બતાવો. ભગવાન શિવે માતા પાર્વતી તરફ જોયું અને કહ્યું કલ્યાણી

તમારી જ વિશ્વના લાભ માટે દારૂનો નષ્ટ કરવાની પ્રાર્થના કરું છું. આ સાંભળીને માતા પાર્વતી હસવા

લાગ્યા અને ભગવાન શિવના શરીરમાં પ્રવેશ કર્યો, માતા પાર્વતીનો ભાગ શિવ ના શરીર માં પ્રવેશ કર્યો.

ભગવાન શિવના ગળામાં રહેલા જેર હું તેનો આકાર લેવાનું શરૂ થયું ગળામાં રહેલા ઝેર ના લીધે એ કાળા રંગનું બનવા લાગ્યું.

ભગવાન શિવે પોતાની ત્રીજી આંખ ખોલી અને ભયંકર અને વિકરાળ મહાકાળી નો જન્મ થયો.

એમનું શરીર કાળા રંગ બની ગયું માથા ઉપર ત્રીજી આંખ અને ચંદ્રની રેખા હતી હાથમાં ત્રિશૂળ અને

વિવિધ પ્રકારના કપડાં અને ઘરેણાં થી શણગારેલી હતી. મહાકાળી ના રૂપ જોઈને બધા દેવી-દેવતાઓ ડરી ગયા.
મહાકાળી માઁ ના આ રૂપને જોઈને બધા જ દેવી-દેવતાઓ થરથર કાંપવા લાગ્યા અને ત્યાંથી

ભાગવા લાગ્યા. મહાકાળી અને દારૂ વચ્ચે યુદ્ધ ચાલુ થયું. અને દારૂ vadh મહાકાળી માતા એ કર્યું.

મહાકાળી ના આ ભયાનક રૂપથી ચારે બાજુ આખું
વિશ્વ સળગવા લાગ્યું.તેમનો ક્રોધ એટલો બધો હતો

કે તેમને કોઈ ભી શાંત કરાવી શકે એમ નહોતું. ભગવાન શિવ ના સિવાય તેમને કોઈ ભી શાંત કરી શકે તેમ નહોતું.

મહાકાળી માઁ ના ક્રોધને શાંત કરવા માટે ભગવાન શિવે એક બાળકનું રૂપ ધારણ કર્યું ભગવાન શિવ

પાસે સમશાન પાસે પહોંચ્યા. ત્યાં સૂતી વખતે રડવાનું શરૂ કર્યું. નાના બાળકને રોતા જોઈને

મહાકાલી તેની પાસે ગયા. આ બાળકને જોઈને માતા મહાકાલી નો ક્રોધ શાંત થઈ ગયો . એમના

હૃદયમાં માતૃત્વની ભાવના જાગૃત થઈ. તેમણે નાના બાળકને ઉઠાવી લીધું અને પોતાના સ્તનો થી દૂધ

પીવડાવવા લાગ્યા શિવજીએ આ દૂધ પી ને બધુ ક્રોધ પી લીધો .આ રીતે મહાકાળીનો prachand અને

ભયાનક ક્રોધ શાંત થયો. ત્યારબાદ માતા મહાકાલી બેહોશ થઈ ગયા. મહાકાળીને હોશમાં લાવવા માટે ભગવાન શિવે શિવ તાંડવ શરૂ કરી ત્યારે માતા એ નૃત્ય કરતા જોયા. અને માતા ફરીથી પાર્વતીના રૂપમાં આવી ગયા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *