આપણો દેશ ધાર્મિકતા વાળો માનવામાં આવે છે. આપણા દેશમાં વિવિધ પ્રકારના મંદિરો આવેલા છે. દરેક મંદિર સાથે કોઇ ને કોઇ આસ્થા જોડાયેલી હોય

છે. એવા જ એક ચમત્કારી મંદિર વિશે જાણવાનું છે જ્યાં રાંદલ માતાજી એક શ્રીફળમાં બિરાજમાન છે. શ્રીફળમાં માતાજીનો વાસ હોવાથી તેનો આકાર

દિવસે ને દિવસે વધતો જાય છે.રાંદલ માતાજીનું મંદિર અમરેલી જીલ્લાના દડવા ગામે આવેલું છે. આ ગામને રાંદલ ધામ તરીકે ઓળખવામાં આવે છે. આ

સ્થાને રાંદલ માં સાક્ષાત પ્રગટ થયા હતા. હજારો વર્ષ પહેલા માતાજી પ્રગટ થઇ દડવા ગામના લોકોનો ઉધ્ધાર કર્યો હતો. ત્યારબાદ તે મંદિરમાં સ્થાપિત

મૂર્તિમાં સમાઇ ગયા હતા.આ રાંદલ માતાજીના મંદિરમાં લોટા ચઢાવવાની માન્યતા છે. આ મંદિરમાં જે લોકોને સંતાન પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તે લોકો

સૌથી વધારે માનતા રાખે છે. અહીં રાંદલ માં ની માનતા રાખ્યા બાદ અનેક દંપતિને સંતાન સુખ પ્રાપ્ત થયું છે. લોકો અહીં માનતા રાખે છે અને સંતાન પ્રાપ્ત

થયા બાદ અહીં આવી તેમને તોલે છે અને માનતા પૂરી કરે છે.રવિવારના દિવસે આ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. રાંદલ માંના આ મંદિરમાં

દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે.આ મંદિરના આંગણમાં એક ઘોડો આવેલો છે જેને કંકુ ચડાવવામાં આવે છે. આજ

સુધી હજારો નિસંતાન દંપત્તિને રાંદલ માંના આશીર્વાદથી સંતાન સુખની પ્રાપ્તિ થઇ છે. આ મંદિરની એક ખાસિયત છે કે અહીં એક શ્રીફળ આવેલું છે જેમાં માતાજી સાક્ષાત બિરાજમાન છે એવું લોકોનું માનવું છે કેમ કે આ શ્રીફળનો આકાર દિવસેને દિવસે વધતો જાય છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *