2 લાખ રૂપિયા ચડાવવા ની માનતા॥ મોગલ ધામ કબરાઉ કચ્છ

દોસ્તો તમને બધાને ખબર હશે કે કચ્છ જિલ્લાના કબરાઉ માતા મોગલ નું બહુ મોટું મંદિર આવેલું છે. આ મંદિરમાં લોકોને ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા છે.

અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે અને તેઓ માતાજીની કૃપા પ્રાપ્ત કરીને જીવનમાં બહુ આગળ વધી શકે છે.

માતા મોગલ અહીં આવતા દરેક ભક્તોના દુઃખો દૂર કરવા માટે ઓળખવામાં આવે છે. જો કોઈ ભક્ત પૂરા વિશ્વાસ સાથે આ મંદિરમાં આવે છે તો મોગલ

માતા તેને ક્યારેય નિરાશ થવા દેતા નથી.આ મંદિરમાં માતાજીની બાજુમાં મણીધર બાપા બિરાજમાન છે, જેઓ ભક્તોના દુઃખો સાંભળતા હોય છે અને

તેમાંથી બહાર કેવી રીતે આવવું તેના વિશે પણ જણાવતા હોય છે. જેથી કરીને ભક્તો પોતાના દુઃખોને આરામથી દૂર કરી શકે છે.મોગલ માતાના મંદિરમાં

લોકોને એટલો બધો વિશ્વાસ છે કે અહીં વિદેશથી પણ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે અને માતાજીના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરતા હોય છે.

માતાજી અત્યાર સુધી લાખોની સંખ્યામાં આવેલા ભક્તોના દુઃખો દૂર કર્યા છે અને પોતાના પરચા બતાવ્યા છે.આજ ક્રમમાં આજે અમે તમને એક ચમત્કાર

વિશે વાત કરવી રહ્યા છીએ વાત એવી છે કે અહીં ધનરાજ ભાઈ નામના એક વ્યક્તિના ઘરે બાળકનો જન્મ થયો હતો, જેનાથી પરિવારના બધા જ લોકો

એકદમ ખુશ થઈ ગયા હતા.જોકે અમુક સમય પછી પુત્રનું મૃત્યુ થઈ ગયું હતું અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો, જેના પછી ધનરાજભાઈ પણ ખૂબ જ દુઃખી થઈ રહ્યા હતા અને ખરાબ જીવન વ્યતી કરી રહ્યા હતા.

જેના પછી તેઓ માતા મોગલના શરણમાં આવ્યા હતા. જ્યાં ધનરાજ ભાઈએ પુત્રની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેના પછી ત્યાં હાજર બાપા એ તેઓને કહ્યું હતું કે તમારા ઘરે કોઈ પણ પ્રકારની નિશાની વાળું બાળક જન્મે તો સમજી જવું કે તમારે માતાજી એ પુત્ર આપ્યો છે.

જેના પછી ધનરાજ ભાઈએ માનતા રાખી હતી અને કહ્યું હતું કે તમારા ઘરે નાના બાળકનો જન્મ થશે. હવે થોડાક સમય પછી ધનરાજ ભાઈના ઘરે બાળકનો જન્મ થયો હતો અને તેને એક નિશાન પણ હતું, જેના પછી ધનરાજભાઈ પોતાની માનતા પૂરી કરવા માટે માતાજીના દરબારમાં આવ્યા હતા અને 13,000 માતાજીના ચરણમાં અર્પણ કર્યા હતા.

જેના પછી મણીધર બાપા એ આ પૈસામાં એક રૂપિયો ઉમેરીને તેમના બધા જ પૈસા ધનરાજ ભાઈને પરત આપી દીધા હતા અને કહ્યું હતું કે માતાજી તમારી મનોકામના સ્વીકારી લીધી છે.

Leave a Comment