પાકિસ્તાનમાં આવેલા હિંગળાજ માતાને ટચ કરીને આશીર્વાદ મેળવી લ્યો છોડીને જતા નહિ.

ભારતમાં ઘણા બધા શક્તિપીઠ આવેલા હોય છે. એવું કહેવાય છે કે શક્તિપીઠ એટલે જ્યારે માતા સતીના શબ ને લઈને જ્યારે ભગવાન શિવ ગુસ્સે થઇને

તાંડવ કરતાં હતા. ત્યારે વિષ્ણુ ભગવાને શિવજી ને રોકવા માટે સુદર્શન ચક્ર માતા ના શરીર પર છોડ્યું. સુદર્શન ચક્ર વડે માતાના શરીરના ઘણા બધા ટુકડા

થઈ ગયા અને જ્યા તે ટુકડા પડયા તેને શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે.આજે આપણે 51 શક્તિપીઠ માંથી એક એવા હિંગળાજ માતાના

શક્તિપીઠ વિશે જાણીએ. પાકિસ્તાનના લોકો પણ તેને માને છે. હિંગળાજ માતાનું મંદિર પાકિસ્તાનના બલુચિસ્તાન પાસે દુર્ગમ પહાડો અને વચ્ચે

માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિર 51 શક્તિપીઠ માનું એક મંદિર ગણાય છે. હિંગળાજ માતાજીના મંદિરને મુસ્લિમ લોકો પણ પૂજે છે. હિંગળાજ માતા

ના શક્તિપીઠ ને બલુચિસ્તાનમાં નાનીમાં મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે.નવરાત્રિના દિવસો પર માતા હિંગળાજ ની ઉપાસના કરવામાં આવે

છે. એવું કહેવામાં આવે છે કે, ભગવાન શ્રીરામ પણ અહીંયા આવ્યા હતા. અને પરશુરામ ના પિતા જમદગ્નિ અહીંયા ઘોર તપ કર્યું હતું. આ સિવાય ગુરુ

ગોરખનાથ, ગુરુ નાનકદેવ અને દાદા મખન જેવા ઋષીઓ પણ અહીંયા પૂજા કરી હતી. આ મંદિરમાં એક માન્યતા છે કે રોજ રાત્રે બધી શક્તિઓ ભેગી થઈ

અને રાસ રમે છે.પાકિસ્તાનના કટર પંથીઓ પણ આ મંદિર માટે ખૂબ જ શ્રદ્ધા નું સ્થાન ધરાવે છે. ત્યાના સ્થાનિક રહેવાસી લોકો હિંગળાજ માતાને ખુબ

જ પૂજે છે. પાકિસ્તાનમાં મુસલમાન લોકો હિંગળાજ માતાના મંદિરને નાની હજ અથવા નાની નું મંદિર તરીકે ઓળખે છે. આ મંદિર માં હિન્દુઓ અને

મુસલમાનો વચ્ચે કોઈ ભેદભાવ કરવામાં આવતો નથી. હિંગળાજ માતાના મંદિરમાં પ્રવેશ કરતાં જ ગણેશજીના દર્શન થાય છે. અને સામે હિંગળાજ ની

મૂર્તિ છે.તે સાક્ષાત્ વૈષ્ણો દેવીનું સ્વરૂપ છે. શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે એક બાજુની ગુફામાં દાખલ થાય છે અને બીજી બાજુ થી બહાર આવે છે. એવું

કહેવામાં આવે છે કે જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ન હતા ત્યારે ભારતની પશ્ચિમી સીમા અફઘાનિસ્તાન અને ઇરાન હતી. આ મંદિર પર

ઘણા બધા હુમલા થયા. પરંતુ ત્યાંના સ્થાનિક હિન્દુ અને મુસલમાનોએ મળીને આ મંદિર ને બચાવ્યું હતું. અને જે આંતકવાદીઓ આ મંદિરને નુકસાન પહોંચાડવા માટે કાવતરું કર્યું હતું. તે માતાના ચમત્કારથી હવામાં લટકી ગયા હતા.

લોક કથા પ્રમાણે દેવીપુત્ર તરીકે જાણીતા ચારણો નાં પ્રથમ કુળદેવી હતા હિંગળાજ દેવી સૂર્ય થી પણ વધારે તેજસ્વી છે. એક કથા પ્રમાણે આવડ દેવી અને

તેની સાત બહેનો ખુબ જ સુંદર હતી. તેઓ સૌપ્રથમ સુંદરી હતી કહેવાય છે કે તેની સુંદરતા જોઈને સિંધ પ્રાંતનો બાદશાહ હમીર સુમરા મંત્ર મુગ્ગ્ધ બની ગયો અને પોતાના વિવાહનો પ્રસ્તાવ તેના પિતા સામે મૂક્યો. પરંતુ તેના પિતાએ ના પાડવાને કારણે પિતાને કેદ કરી લીધા. આ જોઈને આ છ દેવીઓ

સિંધથી તેમડા પર્વત પર આવી અને બહેન કાઠિયાવાડના દક્ષિણ પર્વતીય પ્રદેશમાં તાંતણિયા ધરા નામના નદીના કિનારા પાસે આવી. અને ત્યાં બિરાજમાન થયા.

Leave a Comment