પાવગઢમા બેઠેલા મહાકાળી માતાજી ભક્તોના દુ:ખ દુર કરે છે,ફોટાને સ્પર્શ કરી આશિર્વાદ લો,બધી મનોકામનાઓ પુરી થશે

આપણા ગુજરાત રાજ્યમાં આવેલા પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ખૂબ જ પ્રસિદ્ધ એવું મહાકાળી માતાજીનો પ્રાચીન મંદિર

આવેલું છે પાવાગઢ ખાતે. આ મંદિર સાથે દેશના હજારો અને લાખો ભક્તોની આસ્થા અહીં જોડાયેલી છે.આ મંદિર અતિ પ્રાચીન હોવાના

 પુરાવા આપણા શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ જોવા મળેલો છે. આ મંદિરના પુરાવા ભગવાન રામના યુગમાં પણ જોવા મળેલા છે. લવકુશ સહિત

 કેટલાય બૌદ્ધ ભિક્ષકોએ અહીં આ જગ્યા પર મોક્ષ પ્રાપ્ત કરેલો છે.આ એક શક્તિપીઠ મંદિર છે.આ મંદિરનું ખાસ મહત્વ એ છે કે આ જગ્યા

 પર માતા સતીના વક્ષસ્થળ પડયા હતા. જેના લીધે માતા તરીકેનું સ્થાખૂબ જ પૂજનીય બની જાય છે.ભગવાન વિષ્ણુએ જ્યારે તેમના

 સુંદર્શનથી દેવી સતીના ટુકડા કરેલા ત્યારે તેમના આભૂષણો અને ટુકડાઓ જે જે જગ્યાએ પડયા તે તે જગ્યાએ પડયા તે સ્થાન શક્તિપીઠ તરીકે ઓળખાયા.તેમાનું એક સ્થાન એટલે પાવાગઢ જ્યા દેવી સતીના સ્તન પડયા હતા.

આ જગ્યાનું નામ પાવાગઢ પડવા પાછળનું પણ એક કારણ છે.પહેલાના સમયમાં આ દુર્ગમ પર્વતો પર ચઢાઈ કરવી ખૂબ જ મુશ્કેલ હતી.ચારેય

બાજુએ ખીણ હતી તેથી પવનો એકધાર્યા વહેતા હતા.માટે આ જગ્યાનું નામ પાવાગઢ પડ્યું હતું.તેનો અર્થ થાય છે કે ચારેય તરફથી વાતા પવન વચ્ચે આવેલ ગઢ એટલે પાવાગઢ.

પાવાગઢની તળેટીમાં ચાંપાનેર નામની એક ઐતિહાસિક નગરી આવેલી છે.તેની સ્થાપના વનરાજ ચાવડાએ કરી હતી.પાવાગઢની શરૂઆત

ચાંપાનેરથી થાય છે.1471 ફૂટની ઊંચાઈએ ઉપર માચી હવેલી આવેલી છે.માચિથી માતાજીના મંદિર સુધી જવા માટે હવે તો રોપ વે ની સગવડ કરવામાં આવી છે.

પાવાગઢ પર રહેલા માહાકલી માતાજી વિશે એમ.કહેવાય છે કે અહીં ઋષિ વિશ્વામિત્રીએ માતાજીની આરાધના કરી હતી.માતાજીની મૂર્તિની

પ્રતિષ્ઠા તેમને કરેલી છે.પાવાગઢના ડુંગરો પરથી જે નદી નીકળે છે તેનું નામ પણ વિશ્વામિત્રી નદી રાખવામાં આવ્યું છે.

પાવાગઢ ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે એક અતૂટ આસ્થાનું કેન્દ્ર રહેલું છે.અહીં દરરોજ ઘણા ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે

છે.કેટલાક રથ લઈને પગપાળા સંઘ પણ અહીં આવતા હોય છે.જ્યા ભક્તોને અગવડ ન પડે માટે સેવાભવી લોકો દ્વારા રસ્તામાં સગવડ કરવામાં આવે છે.ચૈત્ર મહિનાની પૂનમના દિવસે અહીં મેળો ભરાય છે.

અહીં પાવાગઢ ખાતે આવેલ મહાકાળી માતાજીના આ શક્તિપીઠ મંદિરમાં દરરોજ લાખોની સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા માટે ઉમટી

પડે છે. કહેવાય છે કે અહીં જો ભક્ત એક વાર પણ માતાજીના દર્શન કરે તો તેની સો ટકા મનોકામનાઓ માતાજી પૂર્ણ કરે છે.

આ લેખ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં જઈને લખી દો જય મહાકાળી માતાજી આવતા ફક્ત 24 કલાકમાં જ માતાજી તમને શુભ સમાચારને પ્રાપ્તિ કરાવશે અને બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરશે.

Leave a Comment