આઈ શ્રી પીઠળ માતાના ચમત્કાર || આઈ પીઠડ માં ના પરચા ની વાત - Kitu News

આઈ શ્રી પીઠળ માતાના ચમત્કાર || પીઠડ માં ના પરચા ની વાત ||

આઈ શ્રી પીઠળ માઁ ના પ્રાચીન સાત ધામો, જાણો ક્યાં આવેલા છે

આ પવિત્ર ધામો અને માતાના ચમત્કાર વિષે. ૧) માઁ પીઠળ આઈનું જન્મસ્થળ

ગામ-સોરઠા (તા-કાલાવડ, જી- જામનગર) – માઁ પીઠળ આઈનું

જન્મ સ્થળ આ જગ્યા એ માતાજીના જન્મ વખતની આંબલી હાલ મોજુદ છે

તેમજ શિખરબંધ મંદિર સાથે એકદમ શાંત અને રમણીય સ્થળ છે. ૨) માઁ પીઠળ આઈનું હયાતી વખતનું મંદિર ગામ-પીઠળ (તા

-જોડીયા, વાય-ધ્રોલ,જી-જામનગર) – આજી નદીના કાંઠે વસેલું આ ગામ છે. આ જગ્યા પર માઁ પીઠળ માતાજીની હયાતીમાં

માતાજીનું મંદિર રા’નવઘણ દ્વારા બંધાવામાં આવેલ શિખરબંધ મંદિર ભવ્ય અને દિવ્ય છે. ૩) બાકુલા ડુંગર (ગામ-ધણેજ,તા

-તાલાળા, જી-ગિર સોમનાથ) – આ જગ્યાએ માઁ પીઠળ આઈએ જ્યારે બાટી શાખના ચારણોનુ ભેંસુનુ ખાડુ પટ્ટણીઓ વાળી ગયા ત્યારે માઁ પીઠળ આઈ હયાતીમાં પોતે રાખતા તે લાકડી પ્રગટ કરી ચારણોને ખાડુ પાછુ લાવવા આપી હતી જે લાકડી હાલ

પાટરામા ગામે પુજાય છે બાકુલા ડુંગર ઉપર માતાજી નું ભવ્ય શિખરબંધ મંદિર આવેલું છે અને આ ડુંગર પરથી જોતા આજુ બાજુ નું દ્રશ્ય રમણીય લાગે છે. ૪) ચરખડો ડુંગર ગામ-સરકારી અમરાપર (તા-માળીયા(હાટીના), જી-જુનાગઢ) – પાટરામા થી માત્ર

પાંચ કીમી. અંતરે આવેલા આ ડુંગર ઉપર માતાજી એ ભેંસો ને પથ્થર બનાવી દીધી હતી જે હાલ મોજુદ છે અને ડુંગર ઉપર માતાજીની શિખરબંધ સુંદર દેરી છે. માતાજીનો પંજો અને સિંહના મુખનો પથ્થર દર્શનીય છે. આ સ્થાને માઁ પીઠળ આઈના આ

સઘળા પરચાઓના દશઁન કરવાનો આનંદ અનેરો આવે છે. આ ડુંગર ઉપર સવારે 8 થી સાંજ ના 5 સુધી જ જવું કારણકે આ ડુંગર પર સિંહો નો વસવાટ છે ૫) માઁ પીઠળ રાખતા તે લાકડી નું મંદિર ગામ-પાટરામા (તા-મેંદરડા, જી-જુનાગઢ) – આ જગ્યા પર

માતાજીનું આધુનિક પદ્ધતિ થી બનેલું ખુબજ દિવ્ય શિખર બંધ મંદિર આવેલું છે અને હાલ આ મંદિરે માતાજીની બાકુલા ડુંગરે પ્રગટ કરેલી લાકડી મોજુદ છે. તેમાં માનતા ના ચાપડા ચડાવવામાં આવે છે જે ગમે તેટલા ચાપડા આ લાડકી માં ચડાવવા માં આવે

એક ચાપડા જેટલી જગ્યા તો રહેજ છે જે માતાજી નો પરચો હાલના દિવસોમાં મોજુદ છે. ૬) સાંઢબેડા નેસ (દેવળીયા પાર્ક પાસે, સાસણ- માળીયા રોડ,તા-સાસણ,જી-ગિર સોમનાથ) – આ જગ્યા એ માતાજીની શિખરબંધ સરસ દેરી મંદિર આવેલી છે જે

એકદમ જંગલ ની વચ્ચે આવેલા આ મંદિર ની એકવાર મુલાકાત લેવી જીવનનો લ્હાવો છે. આ જગ્યા પર પણ માતાજીયે તેમના ફળા પર રહેલા બેડા નામનુ મહાકાય ઝાડ ચારણની અરજથી રાતોરાત મુળીયા સોતુ ઊખાડી ફેંકી દીધેલું. ૭) નનાવા નેસ

(મધ્યગીર) ફોરેસ્ટ વિભાગમાં આવે છે આ જગ્યા પર વરસો પહેલા માઁ પીઠળ આઈ ભુલા પડેલા ચારણ બાળને આખી રાત ખોળામાં લઈને બેસેલા અને વંશ સાચવેલો જ્યાં સિંહો નો વસવાટ છે માટે જવાની મનાઈ છે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *