નાળિયેરનો ઉપયોગ ધાર્મિક વિધિઓથી લઈને સ્વાસ્થ્ય અને સુંદરતાને નિખારવા તથા સ્વાદિષ્ટ ભોજન બનાવવા માટે પણ થાય છે. હિન્દુ ધર્મમાં

શ્રીફળને શુભ માનવામાં આવે છે. મંદિરોમાં શ્રીફળ ચડાવવાની પૌરાણિક માન્યતાઓ પણ છે. પૂજા સામગ્રીમાં પણ શ્રીફળનું વિશેષ મહત્ત્વ છે.

એવું માનવામાં આવે છે કે, ભગવાનને શ્રીફળ અર્પણ કરવાથી દુ:ખ અને પીડાનો નાશ થાય છે. પૂજામાં શ્રીફળનો ઉપયોગ કેમ કરાય છે, જાણો તેના મહત્ત્વ વિશે.

નાળિયેરનું પૌરાણિક મહત્ત્વ:

એવું માનવામાં આવે છે કે, વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મી, નાળિયેરના વૃક્ષ અને કામધેનુને પૃથ્વી પર લાવ્યા હતા. નાળિયેરના વૃક્ષને કલ્પવૃક્ષ

પણ કહેવામાં આવે છે. નાળિયેર ભગવાન શિવને પણ ખૂબ જ પ્રિય છે. શ્રીફળ પર બનેલી ત્રણ આંખોની તુલના શિવના ત્રિનેત્ર સાથે કરવામાં આવે છે તેથી જ નાળિયેરને શુભ માનવામાં આવે છે.

સ્ત્રીઓ નાળિયેર કેમ નથી વધેરતી?

શ્રીફળ એક બીજ ફળ છે. સ્ત્રીઓ બાળકોને બીજ સ્વરૂપે જન્મ આપે છે. નાળિયેર એ મહિલાઓની ગર્ભધારણ કરવાની ઈચ્છા પૂરી કરવા માટે

સક્ષમ માનવામાં આવે છે. આ જ કારણ છે કે, સ્ત્રીઓ માટે નાળિયેર વધેરવાની મનાઈ હોય છે. એવું માનવામાં આવે છે કે, જો મહિલાઓ શ્રીફળ વધેરે, તો તેમનાં બાળકોને તકલીફ પડે છે.

પૂજામાં નાળિયેર કેમ ચડાવવામાં આવે છે?:

એવું માનવામાં આવે છે કે, ઋષિ વિશ્વામિત્રે બીજી સૃષ્ટિના નિર્માણમાં માનવી સ્વરુપવાળા નાળિયેરનું સર્જન કર્યું હતું. તેથી નાળિયેરના કોચલા

પર બે આંખો અને એક મોં બહાર રચાય છે. એક સમયે હિંદુ ધર્મના મનુષ્યો અને પ્રાણીઓનું બલિદાન એકસમાન વાત હતી પછી આ

પરંપરાને તોડીને માણસ અને પ્રાણીઓની જગ્યાએ નાળિયેર ચડાવવાની પ્રથા શરૂ થઈ. પૂજામાં નાળિયેર ચડાવવાનો અર્થ એ છે કે વ્યક્તિએ

પોતાના પ્રમુખ દેવતાનાં ચરણોમાં પોતાની જાતને સમર્પિત કરી દીધી છે પ્રભુ સમક્ષ તેનું કોઈ જ અસ્તિત્વ નથી એટલા માટે પૂજામાં નાળિયેર ચડાવવામાં આવે છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *