8 ઓગસ્ટે પુત્રદા એકાદશી:શ્રાવણ મહિનાની એકાદશીએ વ્રત અને પૂજા કરવાથી સંતાન સુખ મળે છે, દીપદાન કરવાથી સમૃદ્ધિ વધશે - Kitu News

શ્રાવણ મહિનાની બીજી એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. કેમ કે, પુરાણો પ્રમાણે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા સાથે જ વ્રત રાખવાથી સંતાન સુખ મળે છે. આ વ્રત વર્ષમાં બે વખત રાખવામાં આવે છે. વર્ષમાં બે પુત્રદા એકાદશી આવે છે.

પહેલી પુત્રદા એકાદશી શ્રાવણ મહિનાના સુદ પક્ષમાં આવે છે. જે 8 ઓગસ્ટ, સોમવારના રોજ છે. ત્યાં જ, બીજી પુત્રદા એકાદશી પોષ મહિનાના સુદ પક્ષમાં આવે છે. શ્રાવણ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે. એટલે આ વ્રત વધારે ખાસ બની ગયું છે.

શ્રાવણી એકાદશી વ્રતનું મહત્ત્વ એવા લોકો જે સંતાન સુખની કામના રાખે છે, તેમણે પુત્રદા એકાદશીનું વ્રત કરવું જોઈએ. માન્યતા છે કે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની ખાસ કૃપાથી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે. સાથે જ, ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળે છે.

સંતાન સુખ માટે આ વ્રત કરવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે વ્રત કરવાથી અને ભગવાન વિષ્ણુની વિધિ-વિધાન સાથે પૂજા કરવાથી નિઃસંતાન દંપતીઓને સંતાનની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં આ વ્રતનો મહિમા જણાવવામાં આવ્યો છે, જેથી યોગ્ય સંતાનની કામના પૂર્ણ થાય છે. માત્ર સંતાનહીન

જ નહીં પરંતુ આ વ્રતને કરવાથી જેઓને સંતાન છે તેમના બાળકો પણ દરેક પરેશાનીથી મુક્ત રહે છે અને ઘરમાં ધન-ધાન્યની કોઈ પ્રકારે ખોટ પડતી નથી અને હંમેશાં સુખ-શાંતિ રહે છે.

પૂજા સામગ્રી શ્રીવિષ્ણુજી અને બાળ કૃષ્ણની મૂર્તિ કે ચિત્ર, ફૂલ, ફળ, મીઠાઈ, ચોખા, તુલસી દળ, નારિયેળ, સોપારી, લવિંગ, ધૂપ-દીપ, ઘી અને પંચામૃત

વ્રત વિધિ એકાદશી વ્રતની તૈયારી દશમ તિથિથી કરવામાં આવે છે. દશમના દિવસે વ્રતીએ સાત્વિક ભોજન કરવું જોઇએ. બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ. એકાદશીના દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કરી વ્રતનો સંકલ્પ લેવો અને ભગવાન વિષ્ણુના બાળ ગોપાળ

સ્વરૂપની પૂજા કરવી. સાથે જ, એકાદશી વ્રતની કથાનો પાઠ કરવો. રાત્રે ભજન-કીર્તન કરીને જાગરણ કરવું જોઇએ. ત્યાર બાદ બારસ તિથિએ સૂર્યોદય સાથે પૂજા સંપન્ન કરવી જોઇએ. ત્યાર બાદ વ્રતના પારણા કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને કે બ્રાહ્મણને ભોજન કરાવીને કરવાં. દાન-દક્ષિણા આપવી.

દીપદાનનું મહત્ત્વ એકાદશીએ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને કોઈ પવિત્ર નદી, સરોવરમાં નહીંતર તુલસી કે પીપળાના ઝાડની નીચે દીપદાનનું પણ મહત્ત્વ છે. દીપદાન કરવા માટે લોટના નાના-નાના દીવા બનાવીને તેમાં થોડું તેલ કે ઘી મિક્સ કરીને પાતળી રૂની વાટ

પ્રગટાવીને તેને પીપળા કે વડના પાન ઉપર રાખીને નદીમાં પ્રવાહિત કરવામાં આવે છે. સાથે જ, જરૂરિયાતમંદ લોકોને પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું જોઈએ.

પુત્રદા એકાદશીની કથા પહેલાં એક સમયે ભદ્રાવતીપુરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતાં હતાં. તેમની રાણીનું નામ ચંપા હતું. તેમને ત્યાં કોઇ બાળક હતું નહીં, એટલે બંને પતિ-પત્ની હંમેશાં ચિંતામાં રહેતાં હતાં. આ ચિંતામાં એક દિવસ રાજા સુકેતુમાન વનમાં જતાં રહ્યાં. ત્યાં અનેક

મુનિઓ વેદપાઠ કરી રહ્યા હતાં. રાજાએ તે બધા જ મુનિઓને વંદના કરી. પ્રસન્ન થઇને મુનિઓએ રાજા પાસે વરદાન માંગવા માટે કહ્યું.

મુનિ બોલ્યા કે પોષ મહિનાના સુદ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. તે દિવસે વ્રત રાખવાથી યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે. તમે પણ આ વ્રત કરો. ઋષિઓના કહેવાથી રાજાએ પુત્રદા એકાદશીનું વ્રત કર્યું. થોડા જ દિવસો પછી

રાણી ચંપાએ ગર્ભ ધારણ કર્યો. યોગ્ય સમય આવતાં જ રાણીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો, જેણે પોતાના ગુણો દ્વારા પિતાને સંતુષ્ટ કર્યા તથા ન્યાય પૂર્વક શાસન કર્યું.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *