શનિની દશા, મહાદશા સાથે સાડાસાતીનું પણ વિશેષ મહત્વ છે. સાડાસાતીને ત્રણ ભાગોમાં વિભાજીત કરવામાં આવ્યું છે. એક ભાગ લગભગ અઢી વર્ષનો

માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહોમાં શનિના ગ્રહની ચાલને સૌથી ધીમી જણાવી છે. તેજ કારણે શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં

જવા માટે લગભગ અઢી વર્ષનો સમય લે છે.શનિની સાડાસાતી કઈ રાશિઓ પર ચાલી રહી છે?: શનિ વર્તમાન સમયમાં મકર રાશિમાં ગોચર કરી રહ્યા છે.

મકર રાશિ એ શનિની સ્વરાશિ છે. એટલે કે આ રાશિના સ્વામી પોતે શનિ દેવ છે પરંતુ વર્તમાન સમયમાં શનિદેવ વક્રી છે. જ્યોતિષ ગણના અનુસાર આ

સમયે ત્રણ રાશિઓ પર શનિની સાડાસાતી ચાલી રહી છે. ધન, મકર અને કુંભ રાશિ પર શનિ દેવની સાડાસાતી ચાલી રહી છે.શનિની સાડાસાતીમાં શું

થાય છે?: માન્યતા છે કે જયારે પણ શનિની સાડાસાતીનો પ્રારંભ થાય છે તો શનિ દેવ તેમને કષ્ટ, સંકટ અને મુશ્કેલીઓ આપવાનું કામ કરે છે જેમની

કુંડળીમાં તેઓ અશુભ હોય. તેની સાથે તે લોકોને પણ શનિ હેરાન કરે છે જે બીજા પ્રત્યે તેમનો વ્યવહાર યોગ્ય નથી રાખતા. બીજાને હેરાન કરે છે, ઘમંડ

અને ગુસ્સો કરે છે.શનિની સાડાસાતીના લક્ષણ: શનિની સાડાસાતી જયારે લાગે છે તો વ્યક્તિને અચાનક ધનનું નુકશાન અને બિમારી થાય છે. દામ્પત્ય

જીવનમાં મતભેદ અને તણાવ થવા લાગે છે. લવ રિલેશનશિપમાં બ્રેકઅપની સ્થિતિ ઉદભવે છે. લગ્નમાં સમય લાગે છે. વ્યવસાયમાં સતત નુકશાન અને

સખત મહેનત છતાં સંપૂર્ણ ફળ મળતું નથી. નોકરીમાં ઉતાર- ચડાવની સ્થિતિ બને છે.શનિના ઉપાય: શનિની સાડાસાતિથી બચવા માટે શનિવારના

દિવસે શનિદેવની પૂજા કરવી જોઈએ. તેવું કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. તેની સાથે શનિ સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ. જેમ કે અનાજ, તેલ,

લોખંડ, ચપ્પલ, છત્રી અને ઘાબડો વગેરેનું દાન કરવું જોઈએ.શનિ થાય છે ભયંકર ક્રોધિત: શનિદેવ કેટલાક કામ કરવાથી ભયંકર ક્રોધિત થાય છે.

શનિદેવની કૃપા મેળવવા માટે આ વાતોનું હંમેશા ધ્યાન રાખો. નબળાને દુખ ના આપો. અસહાય વ્યક્તિની મદદ કરો. ગરીબોની મદદ કરો. ધાર્મિક કાર્યોમાં રસ રાખો. તમારા પદનો દુરુપયોગ ક્ર્સ્શો નહિ. બીજાની નિંદા કરવાનું ટાળો. બીજાના પૈસાની લાલચ ના કરો. જ્ઞાનનો હંમેશા આદર કરો. ઘમંડ અને ગુસ્સાથી અંતર રાખો. પર્યાવરણને નુકશાન ના કરો. પ્રાણીઓ અને પક્ષીઓની સેવા કરો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *