જૂનાગઢથી આશરે 37 કિલોમીટર દૂર એક સતાધાર ધામ આવેલું છે.સતાધાર એટલે આપાગીગાનો ઓટલો.સતાધારની આ પવિત્ર ભૂમિ પર કેટલાય સંતો

થઈ ગયા જેમને આ પાવન ધરતી પરથી સેવા કરી અહીં સતાધારનું નામ ભારતભરમાં ભમતું કર્યું.આજે આપણે સતાધારના એક પશુ વિશે વાત કરવાના

છીએ કે જે સંતો જોડે રહીને એક પીર તરીકે પૂજાય છે તે એક ચમત્કારિક પાડા પીર તરીકે ઓળખાય છે. ભાવનગર વિસ્તારમાં સોરઠીયા આહીર રામ તેના

મોટાભાઈ મુળું આહીર અને ભાભી સોનબાઇ જોડે રહેતા હતા.અચાનક જ મોટાભાઈનું અવસાન થતાં સમાજના લોકોએ બંનેની ઉંમર ધ્યાનમાં રાખીને સોનબાઇનું દેવરટુ રામ આહીર સાથે કરવાનું નક્કી કરવામાં આવ્યું.

ત્યારે રામ આહીરને આ વાત ઉચિત લાગી નહિ તેથી તેમને એક સમર્પણભાવથી થોડી ભેંસો લઈને ગાંડાગીર બાજુ નીકળી પડયા એટલે કે આંબાજળ નદી કાંઠે કે જયાં હાલ સતાધાર આવેલું છે ત્યાં પહોંચી ગયા.ત્યાં રહેતા શામજીબાપુને વીંનતી કરે છે કે મને અહીં આશરો આપો હું મારી ભેંસો સાથે અહીં રહીશ અને આપના આ પવિત્ર ધામની સેવા કરીશ.

રામ આહીર પાસે જે ભેંસો હતી તેમાં કે ભોજપુરી ભેંસ હતી રોજ તેનું પહેલું દૂધ સતાધારમાં ચઢે.તેની કુખેથી એક પાડાનો જન્મ થયો હતો તે પાડો અન્ય

પાડાઓ કરતા અલગ જ હતો.જાણે તમે ગિરનો સાવજ જોઈલો! તેનું કદાવર શરીર ભારે તાકાતવર પ્રાણી તો વળી તેની આ અદભુત દેહ રચના વધારો કરતા હતા તે મોટા મોટા શીંગડા!

એકવાર બન્યું એવું કે સાવરકુંડલાના નેસડી ગામના લોકો પોતાની ભેંસની ઓલાદ સુધારવા માટે સારા પાડાની શોધમાં હતા.તેમને ભાર મળી હતી કે

સતાધારમાં એક કદાવર અને તાકાતવર પાડો છે.તે લોકો ત્યાં આવીને શામજીબાપુને આ પાડા માટે વિનંતી કરવા લાગ્યા.તો ત્યારે શામજી બાપુએ તેમને

કહેલું કે તે પાડો નથી તેતો અમારો દીકરો છે દીકરો કોઈ દિવસ કોઈને અપાય નહિ.ત્યારે ગામ આખાએ બાપુને આજીજી કરી અને મનાવી લીધા અને કહ્યું કે અમે અમારા દીકરાની જેમ જ સાચવીશું.

શામજીબાપુએ તે પાડાને ભીની આંખે વિદાય આપી અને પાડાની ગામવતી જવાબદારી લીધી હતી હમીરભાઈ કોળીએ.થોડો વખત પસાર થયો અને

હમીરભાઈનું અવસાન થયું તો પાડાને કોઈ સાચવનાર રહ્યું નહિ તો ગામના એક માણસે પાડાને 500 રૂપિયામાં સાવરકુંડલમાં વેચી દીધો અને તે વ્યક્તિએ મુંબઈના કતલખાનામાં તે પાડાને 5000 રૂપિયામાં આપી દીધો.

કતલખાનાના માલિક આ પાડાને જોઈને નવાઈ પામે છે અને કહે છે કે અત્યાર સુધી મેં આવું પ્રાણી જોયું નથી.ત્યારબાદ તેને કાપવા માટે જેવી કરવત

મુકવામાં આવે છે તો કરવત તૂટી જાય છે આવું ત્રણ વાર બન્યું છેલ્લી વાર તો માલિકને ઇજા થાય છે અને તેને દવાખાને લઈ જવાય છે.

રાતે તેના દીકરાના સ્વપ્નમાં એક સંતપુરુષ આવે છે અને કહે છે કે તમારે ત્યાં આમરો પાડો આવેલો છે તે પાછો અમારી જગ્યાએ પહોંચાડી દો.આ વાત તેંને

પિતાની કરી અને પાડાને સાવરકુંડલા પાછો આપવામાં આવે છે અંર ત્યાંથી સતાધાર લાવવામાં અવએ છે ત્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે.

આ વાતની નોંધ ત્યારે છાપામાં પણ પ્રકાશિત કરવામાં આવી હતી.તે દિવસથી આ પાડો સતાધારના સંતોની સાથે પીર પાડા તરીકે પૂજાય છે.શ્રાવણ સુદ

બીજને બુધવારને 21 જુલાઈ 1993ની સવારે 6:30 કલાકે પાડો રામચરણ પામે છે.હાલમાં ત્યાં પાદાપીરની પ્રતિમા આવેલી છે લોકો શ્રદ્ધાથી ત્યાં આવે છે આખડી રાખે છે અને તે પુરી પણ થાય છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *