સૌરાષ્ટ્ર સમુદ્રકાંઠે આવેલા પોરબંદર શહેર મિયાણી ગામ નજીક આવેલી

કોયલ ટેકરી પર આવેલ હર્ષદ કે હરસિદ્ધિ દેવીનું મંદિર પણ જગડુશાએ બંધાવ્યું હતું.

આ મંદિરમાં દેવીની જમણી બાજુએ જગડુશાનું પુતળું ઊભું છે.

આ મંદિરને સાંકળી લેતી એક દંતકથા છે:

આ ટેકરી પર ખાડી તરફ મુખ કરીને મંદિરના દેવ સ્થાપિત હતા.

એવી કથા પ્રચલિત હતી કે જો તે દેવીની નજરની હરોળમાં કોઈ વહાણ આવ્યું તો તેનો બળીને કે અન્ય રીતે નાશ થઈ તે ડૂબી

જતું હતું. એક વખત જગડુશાના વહાણ પણ ડૂબી ગયા હતા પણ તે જાતે બચી ગયા હતા. જગડુશા તે મંદિરે ગયા અને ત્યાં ત્રણ

દિવસના ઉપવાસ કરી દેવીને પ્રસન્ન કર્યા. દેવી પ્રસન્ન થયા ત્યારે જગડુશાએ દેવીને ટેકરીએથી નીચે આવવા વિનંતી કરી કે જેથી

તેમની નજર અન્ય વહાણો પર ન પડે અને તે ડૂબી ન જાય. ત્યારે દેવીએ તે વિનંતિ પૂર્ણ કરતા ટેકરીના દરેક પગથિયે ઉતરવા માટે

એક એક ભેંસના બલિદાનની શરત મૂકી. જગડુશા અહિંસામાં માનનાર જૈન ધર્મી વ્યક્તિ હતા, આથી આવી શરત સાંભળી તેઓ

મૂંઝાયા. પોતે આપેલા વચન પૂર્તિ માટે જગડુશા ભેંસો લાવ્યા પણ મંદિર સુધી પહોંચવા ભેંસોની સંખ્યા દાદરાઓ કરતા ઓછી

પડી આથી તેમણે પોતાની અને પોતાના પરિવારની બલિ આપવાનો નિશ્ચય કર્યો. આ જોઈ દેવી અતિ પ્રસન્ન થયા અને તેમના

પરિવારને જીવનદાન આપ્યું. તેણે એ પણ વરદાન આપ્યું કે તેના વંશનો ક્યારેય અંત આવશે નહિ. દેવ સુરિ નામના એક જૈન

સાધુએ જગડુશાને અમુક વર્ષ બાદ આવનારા ભૂખમરાની આગાહી કરી અને તેને અનાજનો સંગ્રહ કરવા અને તેની ધન સંપદાનો

લોકહિત માતે ઉપયોગ કરવા જણાવ્યું. આથી જગડુશાએ અનાજનો મોટો જથ્થો સંગ્રહ કરવા માંડ્યો. બે વર્ષ પછી ભૂખમરો

આવ્યો અને રાજના કોઠારો પણ ખાલી થઈ ગયા. અનાજનો ભાવ આસમાને પહોંચ્યો. ૧ દ્રમના ગણીને ચણાના ૧૩ દાણા મળતા.

રાજા વિશળદેવે જગડુશાને બોલાવ્યા અને તેના અનાજથી ભરેલા સાતસો કોઠારો વિષે પૂછ્યું. જગડુએ કહ્યું કે તે અનાજ તેમણે

ગરીબો માટે સંગ્રહ્યું હતું અને જો લોકો ભૂખમરાથી મરે તો તે તેના પાપે લેખાય. તેમણે વિશળદેવને ધાન્યના ૮૦૦ મટકા (અથવા મુટકા) આપ્યા. સિંધના રાજા હમીરને ૧૨૦૦ મટકા, અવંતીના રાજા મદનવરમનને ૧૮૦૦૦ મટકા દિલ્હીના રાજા ગરજનેશ

મોજદીનને ૨૧૦૦૦ મટકા, કાશીનારાજા પ્રતાપસિંહને અને રસ્કંદીલ રાજાને ૧૨૦૦૦ મટકા ધાન્ય આપ્યા. તેમણે ઈ.સ. ૧૨૫૬ થી ૧૨૫૮ (વિક્રમ સંવત ૧૩૧૩ સુધી ૧૩૧૫) સુધીના ત્રણ વર્ષોમાં લોકોને અન્નનું દાન કર્યુ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *