શિવજીની સામે બેઠેલો નંદી બદલી શકે છે તમારું ભાગ્ય, વિશ્વાસ ના હોય તો ઓમ નમઃ શિવાય લખી શેર કરો…

શિવજીની સામે બેઠેલો નંદી બદલી શકે છે તમારું ભાગ્ય, વિશ્વાસ ના હોય તો ઓમ નમઃ શિવાય લખી શેર કરો…

દોસ્તો સામાન્ય રીતે આપણા ભારતીય દેશમાં વિવિધ પ્રકારના દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. જે પૈકી જો આપને સૌથી વધારે ભક્તો વિશે વાત કરીએ તો શિવજીના ભક્તો સૌથી વધારે છે…

કારણ કે શિવજી એક એવા દેવતા છે જેઓ પોતાના ભક્તો ઉપર બહુ જલ્દી પ્રસન્ન થઈ જતા હોય છે. જ્યારે તમે શિવજીના મંદિરમાં જાઓ છો ત્યારે તમને તેમના મંદિરની બહાર એક નંદી બિરાજમાન જોવા મળે છે,

તેની પાછળનું કારણ એ નથી કે શિવજીની સવારી નંદી છે પણ તેની પાછળનું રહસ્ય ખૂબ જ અલગ છે. જેના કારણે શિવજીના દરેક મંદિરની બહાર નંદીજી બિરાજમાન હોય છે.

હકીકતમાં શીલાદ મુનિએ ઇન્દ્રદેવ જોડે જન્મ અને મૃત્યુ એટલે કે અમરત્વ ધરાવતા બાળકનું વરદાન માગી લીધું હતું. જેના પછી તેઓએ તપ કરીને ઇન્દ્રદેવને પ્રસન્ન પણ કરી લીધા હતા પરંતુ ભગવાન ઈન્દ્ર તેમને આ વરદાન આપવામાં અસમર્થ રહ્યા હતા અને તેઓએ ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે જણાવ્યું હતું.

જેના પછી શીલા દમુનિએ તપસ્યા કરીને શિવજીને પણ પ્રસન્ન કરી લીધા હતા. જેના પછી શિવજી જ સ્વયં શીલાદ મુનિના પુત્ર સ્વરૂપે પ્રગટ થયા હોવાનું વરદાન પણ આપી દીધું હતું અને તેઓ નંદીના સ્વરૂપમાં પ્રગટ થઈ ગયા હતા. જેના પછી શિવજીના વરદાનથી જ નંદી મૃત્યુ અને જન્મથી અમર થઈ ગયો હતો.

આ પછી વેદો સમક્ષ ગણેશજીના અધિપતિના સ્વરૂપમાં નંદીનો અભિષેક પણ કરાવ્યો હતો અને નંદી નંદીશ્વર તરીકે ઓળખાવા લાગ્યો હતો.

ભગવાન શિવજીએ નંદી ને વરદાન પણ આપી દીધું હતું કે જો તેઓ સ્વયં નિવાસ કરશે તારો પણ નિવાસ હશે. આજ કારણ છે કે શિવજીના દરેક મંદિરની બહાર નંદિની સ્થાપના કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે શિવજીને ફક્ત નંદી સવારી જ કરાવતો નથી પરંતુ શિવજીનો મોટો ભક્ત પણ માનવામાં આવે છે. હકીકતમાં સમુદ્ર મંથન વખતે જે પણ ઝેર બહાર નીકળ્યું હતું તે શિવજીએ પી લીધું હતું પરંતુ તેના અમુક છાંટા નીચે પડ્યા હતા. આ છાંટા નંદી એ પોતાની જીભ વડે સાફ કર્યા હતા. આ સમર્પણ ભાવ જોઈ મહાદેવ પ્રસન્ન થયા હતા અને નંદી ને સૌથી મોટા ભક્તની ઉપાધિ આપી હતી

Leave a Comment