શિવલિંગ પર ચઢાવો ભગવાન શિવની આ પાંચ પ્રિય વસ્તુ || ભોળાનાથ દૂર કરશે તમામ કષ્ટો - Kitu News

શિવ ભક્તો ભોળાનાથને પ્રસન્ન કરવા શ્રાવણ મહિનામાં તેમને બિલિપત્ર અર્પિત કરે છે,

પરંતુ શું તમને ખબર છે કે બિલિપત્ર સિવાય શિવજીને પાંચ બીજા પાંદડા પણ બહુ પસંદ છે.

આજે જણાવીશું આ શ્રાવણ મહિનામાં શિવજીને પ્રસન્ન કરવા માટે

બિલિપત્રની સાથે કયા કયા પાંદડા ચઢાવીને ભગવાનને ખુશ કરી શકાય છે.

ભાંગ ભગવાન ભોળાનાથને બિલિપત્ર પછી બીજું સૌથી પ્રિય પાંદડુ ભાંગનું છે.

ભાંગના પાંદડાને અથવા ભાંગનો શરબત બનાવીને ભોળાનાથને ચઢાવાથી શિવજી પ્રસન્ન થાય છે.

તેનું કારણ એ છે કે ભાંગ એક ઔષધિ છે. કહેવામાં આવે છે કે, જ્યારે શિવજીએ વિષ પાન કર્યુ હતું ત્યારે ઝેરનો ઉપચાર કરવા

માટે ભાંગના પાંદડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ધતૂરો ધતૂરાના ફળ અને પાન ઔષધિ તરીકે બહુ કામમાં આવે છે. શિવ

પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે શિવજીને ધતૂરો બહુ પસંદ છે. શિવજીને ધતૂરો અર્પિત કરવાથી શિવજી પોતાના ભક્તોની

તમામ ઈચ્છાઓ પૂરી કરે છે. આંકડો આંકડાના ફૂલ અને પાન બંને ભગવાન શિવને બહુ પ્રિય છે. કહેવામાં આવે છે કે, જે ભક્ત

ભગવાન શિવને આંકડો અર્પિત કરે છે ભગવાન શિવ તેને માનસિક અને શારીરિક તમામ પ્રકારના કષ્ટો દૂર કરે છે. એટલું જ નહીં

કહેવામાં આવે છે કે જે શિવને આંકડો અર્પિત કરે છે ભગવાન શિવ તેની ગરીબી દૂર કરે છે. પીપળાના પાન પુરાણોમાં ઉલ્લેખ છે કે પીપળા પર ત્રિદેવનો વાસ હોય છે. પીપળાના પાન પર ભગવાન શિવ બિરાજમાન હોય છે. જે ભક્ત શિવજીને પીપળાના

પાંદડા અર્પિત કરે છે. શિવજી તેમને શનિના પ્રકોપથી બચાવે છે. દૂર્વા એટલે કે ઘાસ દૂર્વા એટલે કે ઘાસ વિશે પુરાણોમાં જણાવવામાં આવ્યુ છે કે તેમાં અમૃતનો વાસ હોય છે. ભગવાન શિવ અને તેમના પુત્ર ગણેશજીને દુર્વા બહુ પસંદ છે. ભગવાન શિવને દુર્વા અર્પિત કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થઈ જાય છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *