આજે અમે તમને એક મેલડી માતાના મંદિરની વાત કરવા જઈ રહયા છીએ જે મંદિરમાં માતાજીએ પરચા આપ્યા છે તે વઢવાણથી પાંચ કિલોમીટર દૂર

આવેલુ છે.આમ તો આ મંદિરમાં ભક્તોની ભીડ કાયમ રહેતી જ હોય છે પણ રવિવાર અને મંગળવારે વિશેષ રહેતી હોય છે.પહેલા ઘણા વર્ષો પહેલા આ

જગ્યાએ એક નાનું મંદિર હતું પણ હાલમાં તો એક વિશાળ સુંદર આકર્ષક મંદીર બનાવેલું છે.અહીં માના દર્શને આવતા ભક્તો માટે અનોખી સુવિધાઓ

પણ ઉભી કરવામા આવી છે.આ મંદિરની વિશેષતા એ છે કે તે જમીનથી નીચે આવેલું છે.કારણ કે મેલડી માનું મૂળ સ્થાનક વાવમાં આવેલું હતું.તેથી અહીં

મંદિર પણ વાવ જોડે જ બનાવેલું છે.વઢવાણ સુરેન્દ્રનગર અને તેની આસપાસના ગામના હજારો લોકો અહીં દર્શન કરવા માટે આવે છે.ભક્તો પર જ્યારે

કોઈ મુસીબત આવે ત્યારે મેલડી માતાની માનતા રાખે છે અને તેઓનું કામ થઈ જાય ત્યારે તેઓ ખુશીથી માતાજીની આખડી પુરી કરવા માટે અહીં આવે

છે.આ મંદિરમાં માતાજીની મૂર્તિ સ્વયં ભુ પ્રગટ થેયેલી છે વાવમાં અને તે વાવનું નામ નકતી વાવ.અહીં મંદિરમાં આવતા ભક્તો મંદીરના પાછળના ભાગે

પૈસાના સિક્કા ચોંટાડતા હોય છે અને એવું માને છે કે જેનો સિક્કો અહીં ચોંટી જાય તેની મનોકામના પુરી થઈ જાય છે.લાખો ભક્તોની આસ્થા આ મેલડી

માતાના મંદિર સાથે જોડાયેલી છે.એક લોકવાયકા મુજબ એક અસુર અમરૈયા દૈત્યના ત્રાસથી છુટકારો અપાવવા જ્યારે નવદુર્ગા આ દૈત્યને મારવા માટે

ગયા તો દૈત્ય ખુબ જ શક્તિશાળી હતો જેથી તેને નવદુર્ગા સાથે લાંબા સમયસુધી ટક્કર ઝીલી.અંતે તે અસુર દેવીઓથી બચવા માટે ભાગવા લાગ્યો અને

પૃથ્વીલોક પર આવ્યો જ્યા તે સાયલા ગામના તળાવ પાસે આવીને સંતાઈ ગયો હતો.ત્યારે નવદુર્ગા બહેનોએ આ તળાવનું પાણી પીવા લાગી તો હવે આ

અસુર નજીકમાં પડેલી સજીવ ન હતી તેવી ગાયમાં છુપાઈ ગયો.તો હવે નવદુર્ગાએ અસુરનો અંત કરવા વિચાર્યું જેથી એક શક્તિરૂપે દેવી પ્રગટ કરવા

વિચાર્યું જેથી તેમના શરીરના મેલને ભેગો કરીને એક નાની પૂતળી બનાવી પ્રાણ પૂર્યા.જેમાં હવે દરેક દેવીઓએ તેમાં શક્તિ પુરી.

નવદુર્ગાના કહેવાથી આ પૂતળીએ અસુરનો અંત કરી દીધો.હવે આ દેવીએ નવદુર્ગાને પૂછ્યું હવે શું કામ કરવાનું છે તો તેમને અવગણના કરી દુએ જતા રહેવા જણાવ્યું.આ સાંભળી માતાજીને ખૂબ જ ખોટું લાગ્યું જેથી તે મહાદેવની પાસે ગયા.મહાદેવે ગંગાજીને પ્રગટ કરી તેમને પવિત્ર કર્યા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *